Wednesday, October 30, 2024
Google search engine
HomeDev Baria - દેવ.બારીયામહારાણી કન્યા શાળા, દેવગઢ બારિયા ખાતે "ચુનાવ પાઠશાળા" અંતર્ગત મતદાન જાગૃત્તિ કાર્યક્રમ...

મહારાણી કન્યા શાળા, દેવગઢ બારિયા ખાતે “ચુનાવ પાઠશાળા” અંતર્ગત મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

સમગ્ર દાહોદ જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃત્તિ આવે તે માટે તેમજ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકોને સહભાગી બનાવવા ઠેર-ઠેર સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

જેના અનુક્રમે મહારાણી કન્યા શાળા દેવગઢ બારિયા ખાતે “ચુનાવ પાઠશાળા” અંતર્ગત સ્થાનીક મતદારોને બોલાવી તેઓને આખી ચૂંટણી પ્રક્રિયા સમજાવવામાં આવી હતી તથા લોકશાહીમાં એક મતની કિંમત જણાવી તમામને અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.

ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો થકી યુવાઓને લોકશાહીના આ મહા પર્વમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments