ALPESH TRIVEDI – DHORAJI
આજે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો જેમાં જિનાલયો માં પરમાત્મા ની ભવ્યતિભવ્ય આંગી મહાપૂજા પ્રતિકમણ વ્યાખ્યાન ભકિત સંગીત જેવાં અનેક કાર્યક્રમો યોજાયા હતા તથા શરાફ બજાર થી મેઇન બજાર ત્રણ દરવાજા ગેલેક્સી ચોક તથા સ્ટેશન રોડ થઇ ને ધર્મ યાત્રા નિકળી હતી વાજતેગાજતે તમામ જૈન સમાજ ઉમટી પડયો હતો ધોરાજી તથા આજુબાજુના જૈનો માં ભારે ઉત્સાહ પણ જોવા મળી યો હતો મહાવીર જયંતી એ જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવાય છે. એમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાને કારણે આ દિવસને મહાવીર જયંતી તરીકે મનાવવામાં આવે છે આ દિવસ આજના દિવસે મનાવવામાં આવે છે.