Sandip Patel – Arvalli
રાજ્ય સરકાર નાં સિંચાઈ વિભાગની જળ સંચય અંગેની વિવિધ યોજનાઓનાં અમલ માટે બાયડ તાલુકાના જીતપુર ગામે પણ આશરે ૨૦ ઉપરાંત ચેકડેમો એક ખાનગી શૈક્ષણિક ટ્રસ્ટ અને ખેડૂત પ્રયોજક દ્વારા બાંધવામાં આવ્યા હતા અભણ ખેડૂતોની અજ્ઞાનતાનો લાભ લઇ એક મહિલા કોન્ટ્રાક્ટર દ્વારા ચેકડેમના બાંધકામમાં ગેરરીતી થઇ હોવા અંગેની ફરિયાદો ૨૦૧૨ માં સિંચાઈ ખાતા સમક્ષ કરાઈ હતી પરંતુ સિંચાઈ ખાતાના ભ્રષ્ટ અધિકારીઓ અને મહિલા કોન્ટ્રાક્ટરની મીલીભગતથી સમગ્ર કૌભાંડ પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હતું ત્યારબાદ મહિલા કોન્ટ્રાક્ટરે જીતપુર ગામના એક ગરીબ ખેડૂતના સંયુક્ત બેંક ખાતાના ચેકબુકમાંથી ચેકના આધારે મોડાસા ખાતેના એક પ્રખ્યાત સોનાચાંદીના વેપારી પાસેથી આશરે સાડા સાત લાખ રૂપિયાના દાગીનાની ઉધારીમાં ખરીદી કરી હતી અને પ્રયોજક ખેડૂત ખાતેદારનો ચેક જામીનગીરી પેટે આપેલ આમ મહિલા કોન્ટ્રાક્ટર દ્વારા સોનાચાંદીના વેપારી અને ખેડૂત બંનેને અંધારામાં રાખી દાગીનાની ઉધાર ખરીદી કરી સમયાંતરે પૈસાનું ચુકવણું ન થતા વેપારીએ ચેક નાખતા ખાતામાં બેલેન્સ ન હોવાથી ચેક પરત ફરતા સોનાચાંદીના વેપારીએ એડવોકેટની મદદથી ગરીબ ખેડૂતને નોટીશ આપી ખેડૂત પાસેથી અંકે સાડા સાત લાખ રૂપિયા વસુલ કર્યા ગરીબ ખેડૂતોએ સગાસબંધી પાસેથી ઉછીના રૂપિયા મેળવવા ઘણા પ્રયત્નો કરવા છતાં રૂપિયા ન મળતા મીડિયા સમક્ષ ધા નાખી હતી. સોનાચાંદીના વેપારી અને મહિલા કોન્ટ્રાક્ટરની ચુન્ગલમાં ફસી આ ગરીબ ખેડૂત દેવાદાર બની ગયો ત્યારે ગામના કેટલાક આગેવાનોની દખલગીરી છતાં મહિલા કોન્ટ્રાક્ટરે ખેડૂતને ઠેંગો બતાવી દેતા ટૂંક સમયમાં ખેડૂત દ્વારા કાનૂની સલાહ મેળવી સોનાચાંદીના વેપારી અને મહિલા કોન્ટ્રાક્ટર સમક્ષ કાનૂની કાર્યવાહી કરવાની તૈયારીઓ કરેલ છે.