બેટી બચાવો બેટી પઢાવો ના સુત્રના અનુસંધાને રાજય સરકાર ધ્વારા આ વખતે 26 જાન્યુઆરી ના પ્રજાસત્તાક દીને શાળાઓમા ગામ ની સૌથી વધુ ભણેલ દીકરી ના હસ્તે ધ્વજારોહણ કરાવવા ની વાત કરાઇ હતી અને આ વાત ને સૌ શાળાઓ એ વધાવી અને ગામની સૌથી વધુ ભણેલ દીકરીઓ ના હસ્તે ધ્વજ ફરકાવડાવાયો હતો.
મહીસાગર જીલ્લા ના ઢેસીઆ ગામમા પણ આ 26 જાન્યુઆરી એ ગામ ની સૌથી વધુ ભણેલ દીકરી અને ડો.હર્ષદ મહેરા ની સુપુત્રી સપના મહેરા જે બાયોટેકનોલોજીમા ઉચ્ચ અભ્યાસ કરે છે તેના હસ્તે ધ્વજ વંદન કરાવાયુ હતુ આ પ્રસંગે શાળા ના આચાર્ય વિજય સિહ ગોહીલ ધ્વારા સપના મહેરાનુ સન્માન કરવામા આવ્યુ હતુ અને સ્મ્રુતી ચિન્હ પણ આપવામા આવ્યુ હતુ.
આ પ્રસંગ આમતો મહત્વ નો બની ગયો પણ એથી પણ વધારે મહાન બની ગયો જયારે ગત રવીવાર ના રોજ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દવારા કરાયેલ “મન કી બાત” મા દીકરીઓ ધ્વારા કરાયેલ ધ્વજારોહણની પ્રશંશા કરતા ગુજરાત મા પણ દીકરીઓ દવારા જે ધ્વજારોહણ કરાયુ અને સપના મહેરા જેવી સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરીઓ ને બીરદાવી હતી.
આમ આ પ્રસંગ યાદગાર બની જવા પામ્યો હતો.
મહીસાગરના ઢેસીઆ ગામનું ગૌરવ : સપના હર્ષદ મહેરાના હસ્તે ધ્વજ વંદનની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વારા “મન કી બાત” મા ઉલ્લેખ કરાયો
RELATED ARTICLES