PRAVIN KALAL –-FATEPURA
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
અખિલ ગુજરાત કલાલ સમાજ મહામંડળ દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે સાધારણ સભા યોજાઈ તેમા કલાલ સમાજ મુખ્ય મહેમાનોમાં જેસીંગભાઇ પાલનપુર, ગણપતભાઇ, અરવિંદભાઈ, રાયચંદભાઈ અને બીજા કાર્યકરો પધાર્યા હતા. અહીં આ સભાનું સંપુર્ણ આયોજન દાહોદ જિલ્લા અને મહિસાગર જિલ્લાના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય કાર્યકરો શાંતિલાલ, ધનાલાલ, અલ્પેશ, ભરતલાલ, અંબાલાલ વગેરે કાર્યકર્તાઓએ સભાનું આખું આયોજન કરી સમાજના માણસોને નાસ્તો, ચા, જમવાનું અને બધી જરૂરિયાતો પૂર્ણ કરી હતી. સભાની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. પ્રાર્થન ઉમેશભાઈ દ્વારા કરવામાં આવી હતી અને દીપપ્રાગટ્ય આગેવાનો દ્વારા કરાયું હતું. કલાલ સમાજના વર્ષ દરમિયાન મૃત્યુ થયેલ દિવંગત આત્માને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. સમાજના ભવન અને જમીન વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી અને સમાજના આવતી કાલે અમરનાથ યાત્રાએ જતા વડીલોને અભિનંદન પાઠવ્યા હતા. અને તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ બિપિનચંદ્ર કલાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સભામાં પધારેલ મહેમાનોને અને આગેવાનો દ્વારા સમાજના વિકાસ, કુરિવાજો, દીકરીઓ ભણે અને સમાજમાં દીકરીઓને આગળ લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. સભામાં બધા મહાનુભાવોએ પોત પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ત્યારબાદ સૌ કોઈએ ભોજન ગ્રહણ કરી સભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.