PIYUSH GAJJAR – VIRAMGAM
માંડલના સિતાપુરના અનુસૂચિત જાતિના લોકોના બંધારણીય મૂળભૂત અધિકાર સવાલોના વિવિધ મુદ્દાઓને લઇને આવેદન પત્ર પાઠવ્યું.
આવેદન પત્રમા જણાવ્યું હતું કે અનુસુચિત જાતિના પંચાયત સભ્યને માનસિક ત્રાસ આપીને રાજીનામુ આપવા મજબૂર કરનાર વ્યક્તિઓ વિરૂઘ કાર્યવાહી કરવી, વિસ્તારોમાં પીવાના પાણી અલગ બોર, ઉકરડા ગંદકી દૂર કરવી, 2010ના પ્લોટ મંજૂર કરવા, ઝોલાપુર તળાવ ગટરનું પાણી બંઘ કરવા, હોલ બનાવાવ સહિતની વિવિઘ માંગણીઓ સાથે માંડલ અનુસુચિત જાતિ અઘિકાર આંદોલન સમિતિના ભારતીબેન સિરેસિયા, કન્વિનર કિરીટ રાઠોડ સહિત દલિત સમાજ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું.