રિપોર્ટર- પીયૂષ ગજ્જર, વિરમગામ
માંડલ-એદલા માર્ગ પરથી માંડલ પોલીસે વિદેશી દારૂ-બિયરનો જથ્થો ભરેલી કાર ઝડપી હતી. પોલીસે નાસી છુટેલા બે શખ્સો અને દારૂ મોકલનારને ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી. પોલીસે કાર, દારૂ-બીયર સાથે કુલ રૂ.471175 નો મુદામાલ કબજે કર્યો હતો.
માંડલ પોલીસ રાત્રે પેટ્રોલિંગ હતી ત્યારે બાતમી મળી હતી કે મુસ્તુફા ઉર્ફે કાલી ઉસ્માનભાઇ કછોટ (રહે. તળાવની પાળ, માંડલ) તથા રમેશ પથાભાઇ ઠાકોર (રહે. રાણીપુરા વાસ માંડલ)ને ત્યાં ગણપતભાઇ રેવાભાઇ પરમાર (રહે. બલીથપુર તા. કાંકરેજ જિ. બનાસકાંઠામાંથી કાર ઇંગ્લિશ દારૂ- બીયરનો જથ્થો લઇ આવી રહી છે. વિઠલાપુર તરફથી આવી રહેલી કારને ઉભી રાખવા પ્રયાસ કરતા ચાલકે માંડલ તરફ કાર હંકારી મુકી હતી. પોલીસે કારનો પીછો કરતા માંડલ ગામ નજીક વનના ચોકળા પાસે કાર મુકી બે શખ્સો નાસી છુટયા હતા.કારમાંથી નાસી છુટેલા બે શખ્સોને પોલીસે ઓળખી લીધા હતા. જોકે, બંને બાવળની ઝાડીમાંથી નાસી છુટ્યા હતા. કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ 353, બીયર ટીન-85 નંગ જેની કિ.127175 અને ઇકોકારની કિ.રૂ.350000 સાથે કુલ રૂ.477175 નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે કાર સાથે રૂ. 4.71 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો