દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયારની અધ્યક્ષતામાં માનગઢ હિલ ખાતે યોજાઇ હતી.
દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફતેપુરા તાલુકાના માનગઢ હિલ ખાતે એક ભવ્ય કારોબારીનું દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને તથા પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, પ્રભારી રાજેશ પાઠક, હંસાકુવરબા રાજ, સાંસદ જસવંતસિંહ ભાભોર, ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા જિલ્લા પંચાયત પક્ષના નેતા કરણસિંહ ડામોર, જિલ્લા મહામંત્રી સ્નેહલ ધરિયા, કનૈયા કિશોરી, તથા પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં શરૂઆતમાં દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખે બેઠક ની શરૂઆત વંદે માતરમ્ ગાન સાથે શરૂ કરાવી હતી અને તેઓ એ જણાવ્યું હતું કે તા.૯ જુલાઈ એ નવસારીમાં જે પ્રદેશ કારોબારી યોજાઇ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલએ ૧૮૨ સિટો જીતવાની રણનીતિની ચર્ચા કરી હતી અને તે કેવી રીતે જીતી શકાય તેની રણનીતિની ચર્ચા કારોબારીમાં કરી હતી અને એ આધારે આપણે આપણા જિલ્લાની “છ” સીટો જીતવાની છે અને તે માટે આપણે આપણા બુથ ઉપર સો ટકા મતદાન કરવાનું છે કારણ કે આ ચૂંટણી આપડે જીતીશું તો ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં આપણે નરેન્દ્રભાઈને વધારે મજબૂત બનાવી અને ખૂબ સારી રીતે જીતાડી શકીશું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને મધ્ય ગુજરાતના પ્રભારી ભાર્ગવ ભટ્ટ એ કહ્યું હતું કે દાહોદ જિલ્લાએ જે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ કર્યા પછી દાહોદ છવાઈ ગયું છે કારણકે ત્યાર પછીના દરેક કાર્યક્રમ દાહોદ જેવા હોવા જોઈએ તેવી ચર્ચાઓ થવાની શરૂ થઈ ગઈ છે ત્યારે આપણે જ્યારે દાહોદની તમામ વિધાનસભા જીતવાની વાત કરીએ છીએ ત્યારે આપણે આપણા બુથ મજબૂત કરવા પડશે અને તેના થકી શક્તિ કેન્દ્ર અને જિલ્લા સીટ આમ આ રીતે બધાજ આપણે સાથે મળી ને આ કાર્ય શૈલીથી મજુબ કામ કરીશું તો આપણે દાહોદની સીટો આરામથી જીતીશું એટલુ જ નહિ આપણે આપણા પડોસી રાજ્ય રાજસ્થાન અને આપણા આદિવાસી જિલ્લા જેવો છત્તીસગઢ રાજ્ય, આ બંને રાજ્યો કોંગ્રેસ મુક્ત કરવાના છે. અને દાહોદ ની ‘છ’ સીટો જીતવાની વાત એટલે કરી રહ્યો છું કેમકે કે આદિવાસી વસ્તી બાહુલ્ય ધરાવતો આ જિલ્લો દાહોદ તમામ સીટો જીત્યો છે જે રાજ્યમાં અને દેશ માટે તે ઉત્કૃષ્ટ ઉદાહરણ બની જશે.
દાહોદના પ્રભારી હંસાકુવરબા એ કહ્યું હતું કે દેશના વડાપ્રધાન મોદીએ આપેલ નવ મુદ્દાઓ જેવાકે ઋષિ પરંપરા, સંસ્કૃતિ વગેરે ઉપર દેશ અને નીતિઓ આધારિત છે. આ કારોબારીમાં રાજકીય પ્રસ્તાવ ગુજરાત રાજ્યના માજી મંત્રી બચુભાઇ ખાબડ એ મૂક્યો હતો અને આર્થિક અને ગરીબ કલ્યાણ વિષય ઉપર જસવંતસિંહ ભાભોર એ માહિતી આપી હતી
દાહોદ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તદુપરાંત દાહોદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મેઘાબેન પંચાલ, ઝોન પ્રભારી ભરતસિંહ સોલંકી, દાહોદ શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈ, દાહોદ શહેર મહામંત્રી આર્પિલ શાહ, હિમાંશુ નાગર, દાહોદ પાલિકાના દંડક શ્રધ્ધાબેન, પક્ષના નેતા રાજેશભાઈ સહેતાઇ, ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાર પછી આભાર વિધિ કનૈયા કિશોરી કરી હતી.