Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદમાનસિક ક્ષતિ ધરાવતા બાળકોને કેન્દ્ર સરકાર દ્વારા બ્લાઇન્ડ વેલ્ફેર દાહોદના હસ્તક લેપટોપ...

માનસિક ક્ષતિ ધરાવતા બાળકોને કેન્દ્ર સરકાર દ્વારા બ્લાઇન્ડ વેલ્ફેર દાહોદના હસ્તક લેપટોપ અને ટીચિંગ તેમજ લર્નિંગ કીટ્સનું વિતરણ

KEYUR PARMAR – DAHOD

 

દાહોદ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ ખાતે આજે સવારે ૧૦ કલાકે એક મોટા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પહેલ કરાયેલ દિવ્યાંગોની યોજના મારફતે અને કેન્દ્ર સરકારના સહયોગથી આજે ૧૬૦ માનસિક તેમજ ક્ષતિગ્રસ્ત બાળકોને કેન્દ્ર સરકારના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પરસન્સ વિથ ડિસએબિલિટી વિભાગ હૈદરાબાદ દ્વારા લેપટોપના વિતરણનો કાર્યક્રમ કરાયો હતો.  તદુપરાંત ૨૩૫ બાળકો, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાનાઓને ટીચિંગ તથા લર્નિંગ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પરસન્સ વિથ ડિસએબિલિટી વિભાગ હૈદરાબાદના ગણેશ શેરેગર ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગાંધીનગર સંયુક્ત નિયામક, આર.એસ.એમ.એ. ડી.એસ.પટેલ, દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના મૅનેજિંગ ટ્રસ્ટી યુસુફી કાપડિયા, ભાસ્કરભાઈ મેહતા એન.બી.એ.ના પ્રમુખ તેમજ એમ.જે.એફ. લાયન પરિમલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદીએ આ કીટના વિતરણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ સપનાને સાકાર કરવા માટે દિવ્યાંગો માટે આ પગલું એક મોટી અને ખુબજ ઉમદા પહેલ તરીકે ગણાવ્યું હતું.  જયારે ગણેશ શેરેગરે જણાવ્યું હતું કે આ કીટો બાળકો મૂકી ના રાખે અને લેપટોપ વેચી ના દે તેના માટે તેઓ પાસે સ્ટેમ્પ પર લખાણ લીધું હતું અને બાળકો આ કીટ નો ઉપયોગ કરે અને સાંજે વિચારે અને ના ફાવે તો મદદ લઈને પણ તેનો ઉપયોગ કરે તો જ આ કીટ આપવાનું સાર્થક થશે તેવું જણાવ્યું હતું. અને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ પગલું ગિનીઝ બુકમાં સ્થાન પ્રાપ્ત કરે તો નવાઈ નઈ.

આ કાર્યક્રમ ની આભાર વિધિ દાહોદ લાયન્સ ક્લબના પ્રમુખ વી.એમ પરમારે કરી હતી અને ત્યાર બાદ લાયન્સ તરફથી સમગ્ર મહેમાનો અને બાળકો માટે ભોજન રાખવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments