
દાહોદ જિલ્લાના રસ્તાના સમારકામ / રિસર્ફેસિંગ અને નવીનીકરણની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જેમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દાહોદ હસ્તકના ઝાલોદ તાલુકાના ખાખરીયા – બાંડાસીમળ માર્ગની રીસરફેસીંગની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. નાગરિકો માટે પરિવહન સુગમ બને તે બાબતને પ્રાથમિકતા આપીને દાહોદ જિલ્લાના માર્ગો પર કામગીરી કરવામાં આવી રહી છે. આ રિસર્ફેસિંગ કામગીરીથી સ્થાનિક ગામો વચ્ચે માર્ગ પરિવહન સુવિધા વધશે તેમજ પરિવહન કરતા લોકોને રાહત મળશે અને સમય પણ બચશે.


