સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે અસરગ્રસ્ત રોડ – રસ્તાના કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા સઘન કામગીરી શરૂ છે. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શનમાં પેચવર્ક, રસ્તાઓના રિપેરિંગ સહિત નાળાના રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.
દાહોદ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના હસ્તકના સંજેલી તાલુકામા આવેલ માંડલી – ઝુંસા રોડ ઉપર આવેલ નાળુ ભારે વરસાદના કારણે બેસી ગયેલ હતું. માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા નાળાને રીપેરીંગ કરવામાં આવ્યું હતું. આ સહિત જુદા જુદા વિસ્તારોનાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અસરગ્રસ્ત રસ્તાઓના રીપેરીંગની કામગીરી થઈ રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેટલવર્ક અને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. આમ, વરસાદના વિરામ બાદ નાના-મોટા માર્ગોનું મરામત કામ વહેલીતકે પૂર્ણ કરવા વહીવટી તંત્રએ પ્રતિબદ્ધતા દાખવી છે.