THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
કોરોના સંક્રમણ સામે નાગરિકોને મળી રહેલી આરોગ્યની સુવિધાની સમીક્ષા કરવા માટે મંગળવારે દાહોદ આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપેલી સૂચનાની જિલ્લા વહીવટી તંત્રએ ગણતરીની કલાકોમાં જ અમલવારી કરી ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે સિટીસ્કેનની સુવિધા શરૂ કરાવી દીધી છે.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ઉક્ત બાબતની માહિતી આપતા જણાવ્યું કે, ઝાયડ્સ હોસ્પિટલમાં સિટીસ્કેનની સુવિધા શરૂ દેવાઇ છે. રાજ્યની અન્ય સરકારી સિવિલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં રાજ્ય સરકાર દ્વારા સિટીસ્કેનના જે દરો નિયત કરવામાં આવ્યા છે, તે જ ચાર્જ પ્રમાણે અહીં નાગરિકો સિટીસ્કેન કરાવી શકશે.
ઝાયડ્સના ડો. સંજીવ કુમારે જણાવ્યું કે, આ સુવિધાનો પ્રારંભ થતાંની સાથે જ આજ બુધવારના સવારના પાંચ વ્યક્તિના સિટીસ્કેન કરવામાં આવ્યા હતા. કોરોનાના કેસમાં ફેંફસામાં ઇન્ફેક્શનની તપાસ માટે કરાતા HRTC માત્ર ₹. ૧૮૦૦/- ની દરે અહીં કરવામાં આવશે. આ સુવિધા શરૂ થતાં નાગરિકોને રાહત થશે.