Saturday, October 11, 2025
Google search engine
HomeDahod - દાહોદમુખ્યમંત્રી વિજય રૂપાણી ૩ ફ્રેબુઆરીના સંભવિત કાર્યક્રમના આયોજન અંગેની બેઠક યોજાઇ :...

મુખ્યમંત્રી વિજય રૂપાણી ૩ ફ્રેબુઆરીના સંભવિત કાર્યક્રમના આયોજન અંગેની બેઠક યોજાઇ : મુખ્યમંત્રી ત્રિદિવસીય કલા મહોત્સવને ખુલ્લો મુકશે

 

 

  • દાહોદ આદિજાતિ ભવનનું લોકાર્પણ કરશે.
  • ઝાલોદ તાલુકાના કંબોઇ ગામ ખાતે ગોવિંદ ગુરૂ સમાધિ ધામના વિકાસ માટે જાહેરાત કરશે.

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના તા.૦૩/૦૨/૨૦૧૯ના રવિવારના રોજના સંભવિત કાર્યક્રમના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી.

બેઠકને સંબોધતા જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે આગામી તા.૦૩/૦૨/૨૦૧૯ ના રવિવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ જિલ્લાના સંભવિત કાર્યક્રમ માટે પધારનાર છે.
તદનુસાર મુખ્યમંત્રી સવારે ૧૦:૦૦ કલાકે ઉસરવાણ હેલિપેડ ખાતે આગમન સાથે બાય રોડ દાહોદ, સીટી ગ્રાઉન્ડ પાસે, દાહોદ તાલુકા પંચાયત સામે આદિજાતિ ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મેદાન ખાતે યોજાનાર ત્રિદિવસીય રાષ્ટ્રીય કલા મહોત્સવને ખુલ્લો મુકશે. સ્થળ પર સભાને સંબોધશે. ત્યારબાદ બાય રોડ ઝાલોદ તાલુકાના લીમડી પાસે કંબોઇ ખાતે ગોંવિદગુરૂ સમાધિ સ્થળ ખાતેથી પ્રવાસન ધામ તરીકે વિકાસ કામોની જાહેરાત કરશે. સાથે ઝાલોદ અને સંજેલી તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનોનું સ્થળ પરથી તક્તિ અનાવરણ કરશે. ત્યારબાદ સભાને સંબોધશે. ત્યારબાદ બાયરોડ દાહોદ હેલિપેડ ખાતે પહોંચી ગાંધીનગર જવા રવાના થશે.
આ કાર્યક્રમ સ્થળોએ મંડપ વ્યવસ્થા બેઠક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક નિયમ, કાયદો અને વ્યવસ્થા, સાંસ્કૃતિ કાર્યક્રમ, હોર્ડિંગ, બેનર સહિતની ચર્ચા-સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને સ્થળ મુલાકાત સાથે જરૂરી આયોજન કરવા જણાવ્યુ હતુ.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલ, પ્રાયોજના વહીવટદાર બી.ડી.નિનામા, આયોજન અધિકારી કિરણ ગેલાત, તાલુકા પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

403 Forbidden

403

Forbidden

Access to this resource on the server is denied!


Proudly powered by LiteSpeed Web Server

Please be advised that LiteSpeed Technologies Inc. is not a web hosting company and, as such, has no control over content found on this site.

1