Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદમુખ્યમંત્રી વિજય રૂપાણીના ૩ ફ્રેબુઆરીના જુદા જુદા કાર્યક્રમો અંગે પત્રકાર પરિષદ યોજાઇ...

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ૩ ફ્રેબુઆરીના જુદા જુદા કાર્યક્રમો અંગે પત્રકાર પરિષદ યોજાઇ : મુખ્યમંત્રી ત્રિદિવસીય કલા મહોત્સવને ખુલ્લો મુકશે

 

 

 

  • ૨૬૩ લાખના ખર્ચે નવનર્મિત દાહોદ આદિજાતિ ભવનનું લોકાર્પણ કરશે.
  • ઝાલોદ તાલુકાના કંબોઇ ખાતે ગોવિંદ ગુરૂ સમાધિ ધામ અને ચોસાલા કેદારેશ્વર મહાદેવના પ્રવાસન ધામ વિકાસ કામોનું ભૂમિ પૂજન કરશે.
  • સંજેલી અને ઝાલોદ તાલુકાના નવનિર્મિત ભવનોનું લોકાર્પણ કરશે.

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના તા.૦૩/૦૨/૨૦૧૯ના રોજના કાર્યક્રમો અંગે પત્રકાર પરિષદ જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન, સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી.

પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેકટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે આગામી તા.૦૩/૦૨/૨૦૧૯ ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ જિલ્લાના કાર્યક્રમ માટે પધારનાર છે. તદનુસાર મુખ્યમંત્રી તા.૦૩/૦૨/૨૦૧૯ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉસરવાણ હેલિપેડ આગમન સાથે બાય રોડ દાહોદ, સીટી ગ્રાઉન્ડ પાસે, દાહોદ, તાલુકા પંચાયત સામે ₹.૨૬૩.૧૦ લાખના ખર્ચે નવનર્મિત આદિજાતિ ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મેદાન ખાતે યોજાનાર ત્રિદિવસીય રાષ્ટ્રીય કલા મહોત્સવને ખુલ્લો મુકશે. સ્થળ પર સભાને સંબોધશે. ત્યારબાદ બાય રોડ ઝાલોદ તાલુકાના લીમડી પાસે બપોરના ૦૨:૦૦ કલાકે કારઠ કંબોઇ ખાતે ગોંવિદગુરૂ સમાધિ સ્થળ ખાતે ₹.૩૦૦ લાખના ખર્ચે તથા ચોસાલા કેદારેશ્વર ધામ ₹.૩૦૦ લાખના પ્રવાસન ધામ તરીકે વિકાસ કામોનું ભૂમિપૂજન કરશે. સાથે ₹.૨૪૦ લાખના ખર્ચે ઝાલોદ તાલુકા પંચાયતના નવનિર્મિત ભવન અને સંજેલી તાલુકા પંચાયતના ₹.૨૧૭.૪૧ લાખના ખર્ચે નવનિર્મિત ભવનોનું સ્થળ પરથી તકતિ અનાવરણ સાથે કરશે. ત્યારબાદ સભાને સંબોધશે. ત્યારબાદ બાયરોડ દાહોદ હેલિપેડ ખાતે પહોંચી ગાંધીનગર જવા રવાના થશે.
દાહોદ ખાતે યોજાનાર રાષ્ટ્રીય આદિજાતિ કલા મહોત્સવ-મેળાના મુખ્ય આકર્ષણોમાં દેશના વિવિધ રાજયોના આદિવાસી નૃત્ય, આદિવાસી વિસ્તારની પરંપરાગત હસ્ત કલા કૃત્તિ, વેચાણ અને પ્રદર્શન, ( વારલી, પીઠોરા, મોતીકામ, ભરત ગુંથણ, મહોરા બનાવવા, ક્રાફ્ટ જવેલરી, વાંસની કૃત્તિઓ ) પરંપરાગત આહાર સ્ટોલ, પરંપરાગત ખેત ઉત્પાદન વેચાણ ( નાગલી, સજીવ આહાર, કાજુ ) ગૈાણવન પેદાશોનું વેચાણ અને વન ઐાષધિઓનું વેચાણ અને પ્રદર્શન વગેરે યોજાશે. આ માટે ૧૦૦ જેટલા સ્ટોલો ઉભા કરાશે. આ કલા મહોત્સવનો લાભ દાહોદ નગર અને જિલ્લાની જાહેર જનતાને સંદેશો વિવિધ માધ્યમોથી પહોંચાડવા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યુ હતુ.

વધુમાં આ કાર્યક્રમ અંતર્ગત દરરોજ સાંજે ૦૫.૦૦ કલાકથી રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજયની પ્રખ્યાત ૧૦ આદિવાસી નૃત્ય ટીમો ભાગ લેશે. અન્ય રાજયો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ,છત્તીસગઢ, ઝારખંડ, ગોવા અને મહારાષ્ટ્ર રાજયમાંથી કુલ-૬ આદિવાસી નૃત્ય ટીમો કાર્યક્રમમાં ભાગ લેશે આ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત દેશભરની અને ગુજરાતની નામાંકિત કુલ-૧૬ આદિવાસી નૃત્ય ટીમોના ૩૫૦ જેટલા આદિવાસી નૃત્ય કલાકારો પોત-પોતાના નૃત્યના માધ્યથી પોતાની આગવી સાંસ્કૃતિક પરંપરાનું પ્રદર્શન કરશે.

આ પ્રસંગે ગુજરાત વિધાપીઠ, આદિવાસી સંશોધન કેન્દ્રના ક્ષેત્ર મદદનીશ વહોનીયા સાહેબએ આદિજાતિ કલા મહોત્સવની વિગતવાર જાણકારી આપી હતી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલ, જિલ્લા પોલિસ અધિક્ષક હિતેશકુમાર જોયશર, નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે, પ્રાયોજના વહીવટદાર બી.ડી.નિનામા, આદિજાતિ વિકાસ વિભાગના વહોનીયા, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments