એક 35 વર્ષીય દર્દી વાઘજીભાઈ મોહનિયા રહે મુવાલિયા દાહોદ તા.૦૬/૧૧/૨૦૨૪ ના રોજ જ્યારે પોતાના ઘરે હતા ત્યારે તેઓ પોતાના ઘરના ધાબા પરથી અચાનક આકસ્મિક રીતે પડી જતા નીચે રહેલા લોખંડના સળિયા પર પડી ગયા હતા. જેમાં તેમને શરીરના જમણા ભાગે સાથળમાંથી આરપાર લોખંડનો સળીયો ઘૂસી ગયો હતો. જેની 108 એમ્બ્યુલન્સ દ્વારા જાણ કરતા તેમની ટીમ દ્વારા બાકીનો સળીયો કટર વડે કાપીને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરીને સર્જેરી વિભાગના તબીબો દ્વારા દર્દીની તપાસ કરતા પરિસ્થિતિની ગંભીરતા સમજીને જરૂરી રિપોર્ટ તાત્કાલિક કરાવીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. લોખંડનો સળીયો સાથળની આરપાર ઘૂસી ગયો હોવાથી તેની આજુબાજુ શરીરની મુખ્ય નસો હોવાથી ઓપરેશન વખતે વધુ પ્રમાણમાં લોહી વહી જવાની અને પગની મુખ્ય નસને ઈજા થવાની શક્યતા હોવા છતાં સફળતાપૂર્વક દર્દીની સાથળમાંથી ઘુસેલો સળીયો બહાર કાઢવામાં આવ્યો હતો જેની લંબાઈ 125 સેમી (૪ ફૂટ) હતી. હાલ દર્દીની હાલત સ્થિર છે અને સંપૂર્ણપણે જોખમની બહાર છે આ ઓપરેશનમાં સર્જરી વિભાગના તબીબો ડો.કમલેશ ગોકુલ, ડો.રાહુલ પરમાર, ડો.શિવાની ડાંગી તથા એનેસ્થેશિયા ડો.ઝોહરાનો સફળ ફાળો રહ્યો છે
મુવાલીયામાં પોતાના ઘરના ધાબા ઉપરથી એક ભાઈ આકસ્મિક રીતે પડી જતા સાથળમાં ઘુસેલાં સળિયાને ઝાયડસ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો
RELATED ARTICLES