અધતન કૃષિ-બાગાયત-પશુપાલન અંગે નિષ્ણાતોએ ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડયું
સરકારના બાગાયત ખાતા દ્રારા અમલીકરણ થતી અનુ.જાતિના ખેડૂતોની ખાસ અંગભૂત યોજના હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુવાલીયા ફાર્મ દાહોદ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરને દીપ પ્રાગટય દ્રારા ખુલ્લી મુકતાં દાહોદ, નાયબ બાગાયત નિયામક બી.એસ.વાળંદે જણાવ્યું હતું કે, અનુ.જાતિના ખેડૂતો માટેની ખાસ અંગભુત યોજના હેઠળ મળતા વિવિધ લાભો મેળવવા ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવી ફરજીયાત છે. આ બન્નેની જાણકારી મેળવી વધુમાં વધુ લાભ ખેડૂતો મેળવે અને આ યોજનાનો બહોળો પ્રચાર પ્રસાર અને પ્રસિધ્ધિ કરવા ઉપસ્થિત સૈા ખેડૂત ભાઇઓને અનુરોધ કર્યો હતો. વૈજ્ઞાનિક પાક સંરક્ષણ વૈજ્ઞાનિક શ્રી જી.ડી.પટેલે પાક સંરક્ષણ બાગાયતી પાકોમાં શાકભાજી પાકો જેવા કે, મરચી, કોબીજ, રીંગણ વગેરે શાકભાજીમાં આવતી જીવાતો તથા તેના નિયંત્રણની વિવિધ પધ્ધતિઓ અંગે જાણકારી આપી હતી. કૃષિ ઇજનેરશ્રી એસ.કે.પટેલે કૃષિ યાંત્રિકરણનો ખેતીમાં ઉપયોગ તથા તેના ફાયદાઓ અને ટ્રેકટરની સામાન્ય મરામત કરવાની પધ્ધતિઓ ઉપરાંત વિવિધ ખેત ઓજારોની ઉપયોગીતા અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા .યુ.એમ.પટેલે પ્રો.ક્રો.વી.કે. મુવાલીયા ફાર્મ, દાહોદમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અભ્યાસક્રમો, સંશોધનો ઉપરાંત ખેતીમાં ખર્ચ ઘટાડી વધુ આવક કેમ મેળવી શકાય તે અંગેની વિગત વારમાહિતિ આપી હતી. પશુપાલનના વિષય નિષ્ણાંત કે.વી.કે. ર્ડા રાધા રાણી દ્રારા પશુઓના વિવિધ ઓલાદો તથા દૂધ ઉત્પાદન વધારવાની વિવિધ પધ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. દાહોદ બાગાયત અધિકારી, દાહોદ શ્રી એ.એમ.પટેલે દ્રારા અનુ.જાતિના ખેડૂતો માટે ખાસ અંગભૂત યોજના તથા ઓનલાઇન પોર્ટલ પર અરજી કેવી રીતે શકાય તે અંગેનું નિદર્શન કરી વિગતવાર માહિતી પાવર પોઇન્ટ પ્રેજન્ટેશન દ્રારા આપવામાં આવી હતી. દાહોદ, બાગાયત અધિકારી કાર્યક્રમના અંતે સી.કે.પટેલીયા ખેડૂત શિબિરમાં ઉપસ્થિત રહેલતમામ મહાનુભાવોનો આભાર વ્યકત કરતા વધુમાં વધુ ખેડૂતો ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી વધુમાં વધુ લાભ મેળવે તેવા આહવાન સાથે શિબિરનું સમાપન કર્યું હતું.