મેરા યુવા ભારત દાહોદ જિલ્લાના જીલ્લા યુવા વિકાસ અધિકારી વિઠ્ઠલ ચોરમલેના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કાળિયા પ્રા. શાળા ખાતે “એક પેડ માઁ કે નામ” વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ દરમ્યાન મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જીલ્લા યોગ કો. ઓર્ડીનેટર ધુળાભાઈ પારગી સહિત શાળાના આચાર્ય ઇશ્વરભાઇ ડીંડોર, સી.આર. સી. પ્રતાપભાઈ ભાભોર તેમજ શાળાના શિક્ષક ભાઈઓ – બહેનો અને મેરા યુવા ભારત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક આશાબેન મછાર, શકુંતલાબેન હાજર રહ્યા હતા.
જીલ્લા યોગ કો ઓર્ડીનેટર ધુળાભાઈ પારગીએ મેરા યુવા ભારત દાહોદની કામગીરી વિશે શાળાના સ્ટાફને માહિતી આપી હતી. વૃક્ષ આપણા માટે કેટલું ઉપયોગી છે અને યોગ ઑક્સિજન વિશે જાણકારી આપી હતી.