મોડાસા ગ્રામ્ય પોલીસ મથક ની હદમાં પડતી મેઘરજ બાયપાસ ચોકડી ઉપર રાજસ્થાન તરફથી વિદેશી દારૂની ખેપ લઇ આવનાર હોવાનું પો.સ.ઈ આર.ડી.સગર ને બાતમી મળતા તેઓએ જવાનો સાથે મેઘરજ ચોકડી ઉપર નાકાબંદી કરી અને રાજસ્થાન પાસીંગની ગાડી ન.આર.જે.યુ. 849 ની
રોકી અને તેમાં તપાસ કરતા તેમાં વિદેશી દારૂ અરીશટ્રોક્રેટ ની 750મળ ની 26 પેટી કિંમત રૂપિયા 1,24,800/- તેમજ હેવર્ડ્સ 5000 ના બીયરના ટીનની પેટી નંગ 9ની કિંમત 21,600/- તેમજ તવેરા ગાડી કિંમત 5લાખ અને મોબાઈલ કિંમત 2000/- ની કિંમત નો કુલ મળી રૂપિયા 6,48,400/- ના મુદ્દામાલ સાથે રાજસ્થાન ના ઉદયપુર જીલ્લાના બે ઇસમો પૈકી સુમેરસિંહ ભોપાલસિંહ ચૌહાણ , અને પ્રભુસિંહ ભવરસિંહ બલ્લા બંને રહેવાસી ટાંક પોસ્ટ સાકરદા તાલુકો વલ્લભનગર ની અટક કરી પ્રોહીબીસન એક્ટની મુજબ નો ગુનો નોંધી આગળની કરી હતી.