અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક એવા મોડાસામાં થોડા દિવસ અગાઉ જ જયારે કરીયાણાની દુકાન અને આશરે ત્રણ જેટલા મકાનોમાં ચોરી થઇ હતી તે સમયે પણ મોડાસાની જનતાએ પોલીસનું રાત્રી પેટ્રોલીંગ વધારવા માટે રજુઆતો કરી હતી તેમ છતાં ગઈ કાલે તસ્કરો ફરી ત્રાટક્યા અને એક કરીયાણા ની દુકાન અને એક મકાનને નિશાન બનાવી દાગીના તથા રોકડ રકમ ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા જેથી લોકોમાં ફરી એક વખત એવી આશા જાગી હતી કે અરવલ્લી જીલ્લા પોલીસ વડા આ બાબતે ધ્યાન આપી ઘટતું પોલીસ પેટ્રોલીંગ વધારી અને બંદોબસ્ત વધારે.