ઝાલોદ તાલુકાના લીમડી બસ સ્ટેશન ખાતે કંટ્રોલરની જગ્યાએ કંડકટર કામ કરે છે પહેલા તો સ્વચ્છ ભારત અભિયાન જે આપણા લોકલાડીલા વડાપ્રધાન ગુજરાત મોડેલને લઈને સમગ્ર દુનિયામાં ફરી રહ્યા છે ત્યારે દાહોદ આ લીમડી ડેપોમાં દીવાતળે અંધારું હોય તેમ ગંદકીના ઢગ ઠેરઠેર જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ મુતરડીઓમાં અને ખાસ કરીને મહિલા મુતરડીમાં તો જવાની પણ જગ્યા નથી એટલી અપાર ગંદકી અને કાદવ કીચડ ભેગો થયો છે.
લીમડી બસ મથકમાં ગંદકીએ મુકેલી માઝા, રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ ઝાલોદ ડેપોના અધિકારીઓ નિંદ્રાધીન
પરંતુ જે ઘર નું કોઈ રણીધણી જ ના હોય ત્યાં તમે સારી પરિસ્થિતિની અપેક્ષા રાખો એ ખોટી વાત છે કારણકે લીમડી મથકે ડ્યુટી ઉપર કંટ્રોલર ની જગ્યાએ કંડકટરને મુકવામાં આવે છે અને તેમાય અમુક દિવસો તો ઓફિસોને તાળા જ દીધેલા હોય છે. આંતર રાજ્ય લોકોની અવરજવર થી ભરચક રહેતો આ ડેપો કયારે ચોખ્ખો થશે અને આ બાબતે શું ઝાલોદ ડેપોના અધિકારી આ ડેપો લગતી સફાઈ અંગેની કાર્યવાહી તેમજ જુના ફાટી ગયેલા સમય પત્રક ઉપર પ્રકાશ પાડશે ખરા? એ તો આવનાર સમય જ બતાવશે.