સમગ્ર ગુજરાતમાં હચ મચાવી નાંખનાર મોરબી શહેરમાં બનેલી ગોજારી ઘટનામાં અકસ્માત થી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી
ફતેપુરાના જુના બસ સ્ટેશન વિસ્તારમાં ફતેપુરા નગરવાસીઓ ઉપસ્થિત થઈને મોરબીમાં બનેલી ગોજારી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સદગત આત્માને શાંતિ મળે અને પ્રભુ ચરણોમાં સ્થાન મળે તેમજ પરિવાર પર આવી પડેલી આફતનો સામનો કરવાની પ્રભુ શક્તિ આપે તે અર્થે ફતેપુરા નગરવાસીઓએ મૌન પાળીને કેન્ડલ માર્ચ કર્યું હતું. ફતેપુરા નગરના વિવિધ વિસ્તારમાં ફરીને બસ સ્ટેશન ઉપર એકઠા થઈને બે મિનિટનું મોન પાળીને પ્રાર્થના કરીને શ્રદ્ધાંજલિ આપી પ્રભુ પ્રાર્થના કરી હતી.