મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું દાહોદ જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના પ્રાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું. દિવંગત આત્માઓની શાંતિ માટે અધિકારીઓ, કર્મચારીઓએ પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના દિવંગતોના શોકમાં આજે તા.૦૨/૧૧/૨૦૨૨ ને મંગળવારના રોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે. કલેકટર કચેરી ખાતેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, સહિતના અધિકારીઓ, કર્મયોગીઓ ઉપસ્થિત રહીને બે મિનિટ મૌન પાળી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.