Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદયુવા મતદારોમાં "મતદાન એ ફરજ" નો ભાવ અને જુસ્સો ઊભો થાય તે...

યુવા મતદારોમાં “મતદાન એ ફરજ” નો ભાવ અને જુસ્સો ઊભો થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત : દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડે

દાહોદનો છે જાગૃત યુવાન, નહિ રાખે બાકી મતદાન

દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ સાથે સ્વીપ (SVEEP) પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લાના વિવિધસ્થળોએ લોકોમાં અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા વધુને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આ લોકશાહીના ઉત્સવમાં જનજનને જોડી લોકશાહી મજબૂત બને તે માટે અનેકવિધ જનજાગૃતિના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. લોકશાહીમાં નાગરિકોની તેમજ યુવાનોની સાર્વત્રિક અને પ્રબુદ્ધ ભાગીદારી માટે સ્વીપ કાર્યક્રમ થકી દરેક નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી અંગે માહિતગાર કરી નૈતિક રીતે પોતાનો મત આપવા માટે જાગૃત, સક્ષમ અને સશક્ત કરવામાં આવે છે.
તે અંતર્ગત દાહોદમાં યોજાયેલ મતદાન જાગૃતિ રેલીને ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન ગુર્જર ભારતી દ્વારા સંચાલિત ગુર્જર ભારતી દાહોદ તથા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદના સંયુક્ત ઉપક્રમે N.S.S. એકમ દ્વારા દાહોદ શહેર વિસ્તારમાં લોકો તેમજ વિદ્યાર્થીઓમા મતદાન અંગે જાગૃતતા આવે અને તેઓ સુધી અચૂક મતદાન કરવાનો સંદેશો પહોંચાડવા ચૂંટણીને લગતા સૂત્રો તેમજ પોસ્ટર્સ સાથે મતદાર જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ગુર્જર ભારતી દ્વારા સંચાલિત કોલેજોના મોટાભાગના વિધાર્થીઓ જોડાયા હતા. રેલી દરમ્યાન “અવશ્ય મતદાન કરીએ” એ સૂત્ર સાથે ઉપસ્થિત સહુએ ૧૦૦ ટકા મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સ્વીપ કાર્યક્રમોનો ઉદ્દેશ દાહોદ જિલ્લામાં યુવા મતદારો અને નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવાનો અને મતદાન જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયત્ન કરવાનો છે. યુવા મતદારોમાં મતદાન અંગેની પોતાની ફરજનો ભાવ અને જુસ્સો ઊભો થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments