THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે રક્ષાબંધનની પૂર્વસંધ્યાએ દાહોદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંયુક્તાબેન મોદી તથા ભાજપની અન્ય મહિલા કાર્યકર્તા બહેનો દ્વારા વોર્ડ નંબર ૫, ૬, ૭, ૮ અને ૯ ના ઝૂપડપટ્ટી વાળા વિસ્તારમાં ઘરે ઘરે જઈને ગરીબ લોકોની સાથે રહીને ગરીબ ભાઈઓને રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવી રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણી કરી હતી.