ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજી શહેરમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને શહેરીજનો પરેશાન થઈ જવા પામ્યા છે.ભૂગર્ભના રાજમાર્ગો પરના આડેધડના ખોદાણો બાદ રાજમાર્ગોની યોગ્ય મરામત કરવામાં આવતી ન હોવાને લઈને માર્ગો પર ધૂળ ઉડવી,ગાબડા પડી જવા સાથે ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઈને વાહનો ખૂંચી જવાની રોજીંદી બનતી ઘટનાઓને લઈને શહેરીજનોમાં અનેક વખત રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી.લોકોએ સાંસદ,ધારાસભ્યથી લઈને નગરપાલિકા સામે અનેક જલદ આંદોલનનો માર્ગ અપનાવ્યો હોવા છતાં કુંભ કર્ણની નિંદ્રામાં તંત્ર પોઢેલું જોવા મળ્યું છે.ગઈકાલના રોજ ભાજપ કાર્યાલય સામે લોકોના હલ્લા બોલ બાદ શહેરના ગેલેક્સી ચોક ખાતેથી પસાર થતો આજે વધું એક ટોરસ ટ્રક ભૂગર્ભ ગટરના ભૂવામાં ફસાઈ જવા પામ્યો હતો.જેમને લઈને વાહન ચાલકોમાં નગરપાલિકા સામે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી
શહેરના વાહન ચાલકોને આર્થિક નુકશાની સાથે ભોગવવી પડતી પરેશાનની ને લઈને વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.તેમ છતાં આગામી દિવસોમાં શહેરીજનોએ ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને આંદોલનની ચિમકી ઉચ્ચારી છે ત્યારે તંત્ર એ પહેલાં પોતાની યોગ્ય કામગીરી કરશે કે નહીં તે જોવાનું રહ્યું