રાજકોટ જિલ્લાના ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં રોડ રસ્તાની નબળી કામગીરીના હિસાબે વારંવાર ટ્રકો ખૂંચે છે, ત્યારે આ વખતે પણ આ વિસ્તારની પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો. આ વિસ્તારમાં ફરી એકવાર ભુવો પડતા આ વિસ્તારના સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. વિશ્વકર્મા સોસાયટીમાં આવેલી સુપર પ્રોવિઝનની સામે રોડની નબળી કામગીરીના કારણે મસમોટો ભુવો પડ્યો અને આ ભુવામાં રેતી ભરેલો ટ્રક ખૂંચી ગયો જેથી રાહદારીઓ સહિત વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. આ વિસ્તારના સ્થાનિક ગંભીરસિંહ વાળાનો આક્ષેપ છે કે, રોડ-રસ્તા અંગે અનેકો વખત વહીવટી તંત્રને લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં હજુ સુધી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જેથી આ વિસ્તારના સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. તંત્ર કુંભકર્ણ ની ઘોર નિદ્રામાં સરી આંખ આડા કાન કરી બેદરકારી દાખવી રહી છે તેવું સ્થાનિક રહીશોને લોકમુખે ચર્ચા નો વિષય બનવા પામ્યો છે. શું આ બાબતે તંત્ર કોઈ પગલાં ભરશે ખરું? આ આવનાર સમય જ કહેશે.
HomeDhoraji - ધોરાજીરાજકોટ જિલ્લાના ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં ટ્રક ખૂંચી જતા રાહદારીઓ થયા ભારે પરેશાન