
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મુખ્ય મથક ધોરાજી નગરમાં શિયાળાની ઋતુમાં કાવાની અને ઉકાળાની મોસમ શરૂ થઈ જાય છે, ત્યારે લોકો શિયાળાની સમી સાંજે કાવો પીતા જોવા મળે છે. અને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અને મુખ્ય ચોકોમાં ખાસ કરીને રાત્રીના સમયે વધુ પ્રમાણમાં લોકો કાવો પીતા જોવા મળે છે. જ્યાંરે ધોરાજીના સ્વાતિ ચોક ખાતે પણ શ્રી ખોડલધામ યુવા સમિતી દ્વારા આયુર્વેદિક કાવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરાજીના લગભગ ૬૦૦ જેટલા લોકો આ આયુર્વેદિક કાવાનો લાભ લઈ રહ્યા છે. કાવામાં ઉપયોગમાં લેવાતા જુદા-જુદા તેજાના કારણે ગરમી મેળવવા મોટી સંખ્યામાં લોકો કાવાનું સેવન કરી રહ્યા છે.