દાહોદ જિલ્લાના પ્રવાસે આવેલ રાજ્યમંત્રી ડૉ.એસ.પી. સિંઘ બઘેલએ દાહોદ જિલ્લાના ખરેડી ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન રાજ્યમંત્રી ડૉ.એસ.પી. સિંઘ બઘેલ દ્વારા શિક્ષક સ્ટાફ સાથે એજ્યુકેશન અંગેની મહત્વની બાબતો પર ભાર મૂકીને ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત એજ્યુકેશન પર વિશેષ ભાર મુકવા માટેની સૂચના આપવામાં આવી હતી.
આ મુલાકાત દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.એમ. પટેલ, દાહોદ પ્રાંત અધિકારી મિલિન્દ દવે, અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.