Keyur Parmar Dahod
દાહોદ જીલ્લા કક્ષાનો 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ આ વખતે જીલ્લાના ઝાલોદ તાલુકા મથક ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના કક્ષાના આરોગ્ય , પરિવાર કલ્યાણ , ટ્રાન્સપોર્ટ મીનીસ્ટર શંકર ચૌધરીએ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ ગુજરાત સરકારની પ્રગતિ ને લોકો માટે ની યોજનાઓ અને લાભો વિષે ની વિસ્તૃત માહિતી આપી હતી. અને ગુજરાતના મુખ્ય મંત્રી ને ગતિશીલ ગુજરાતના પ્રણેતા આનંદીબેન પટેલના કાર્યકાળમાં ગુજરાતે સર કરેલી ઉચાઇઓ અને ખાસ કરી ને મહિલાઓ માટે અને ખેડુતો માટેની ગુજરાત સરકારની યોજનાઓ વિષે માહિત ગર કાર્ય હતા. અને તેમાં લોકએ કેવી રીતે લાભ લેવા જોઈએ અને સરકારની યોજનાઓ ને કેવી રીતે છેવાડાના માનવી સુધી પહોચાડી શકાય એવી તમામ બાબતોની માહિતી આપી હતી. આ પ્રસંગે દાહોદ જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી,જીલ્લા પોલીસ વડા ,તેમજ ધારા સભ્ય રમેશ કટારા , મહેશ ભુરીયા , તથા ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.