રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ સ્ટીયરીંગ કમિટીના હોદ્દેદારોની સને ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ ના બે વર્ષ માટે દાહોદ શહેરમાં રહેતા પ્રેમશંકરભાઈ વી. કડીયાની મંત્રી રાજ્ય તરીકે અને શશીકાંતભાઈ કટારાની મધ્યઝોન પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી.
રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ શૈક્ષણિક સંસ્થાઓ સુપેરુ ચાલે અને રાજ્ય શાળા સંચાલક મહામંડળની ટ્રસ્ટની સ્ટીયરીંગ કમિટીના જિલ્લા તથા રાજ્યના સંગઠનમાં પ્રેમશંકરભાઈ કડિયાનું યોગદાન કાર્યરત રહે તે માટે તેઓની મંત્રી રાજ્ય હોદ્દા પર નિમણૂક કરવામાં આવેલ છે. આ હોદ્દા પર આગામી ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ ના (૦૨ વર્ષ માટે) માટે નિમણૂક કરવામાં આવેલ છે. પ્રેમશંકરભાઈ કડિયાની નિમણૂક થતાની સાથે જ દાહોદ શહેર સહિત જિલ્લાના તેઓના શુભચિંતકો તેમજ પત્રકાર જગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેઓને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. તેવી જ રીતે રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ શૈક્ષણિક સંસ્થાઓ સુપેરુ ચાલે અને રાજ્ય શાળા સંચાલક મહામંડળની ટ્રસ્ટની સ્ટીયરીંગ કમિટીના જિલ્લા તથા રાજ્યના સંગઠનમાં શશીકાંતભાઈ કટારા નું યોગદાન કાર્યરત રહે તે માટે તેઓની મધ્યઝોન પ્રવક્તા તરીકેના હોદ્દા પર નિમણૂક કરવામાં આવેલ છે. આ હોદ્દા પર આગામી ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ ના બે વર્ષ માટે માટે નિમણૂક કરવામાં આવેલ છે. શશીકાંતભાઈ કટારાની નિમણૂક થતાની સાથે જ દાહોદ શહેર શહીદ જ જિલ્લાના તેઓના શુભચિંતકોએ તેઓને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.