Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદ🅱️reaking : રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : હેવી વાહન ધારકોએ RTO કચેરી...

🅱️reaking : રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : હેવી વાહન ધારકોએ RTO કચેરી જવાની જગ્યાએ ઘરેથી જ ઈ-મેલ કરી વાહનો નોન-યુઝ કરાવી શકશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

સમગ્ર ભારત દેશમાં કોરોના વાઇરસના પગલે ૨૧ દિવસના લોકડાઉન ચાલી રહ્યું છે તો આ લોકડાઉન પિરિયડમાં ખાનગી હેવી વાહનો ઉપયોગમાં લેવામાં આવનાર ન હોઈ તેને નોન-યુઝ કરવા માટે RTO કચેરીએ આ ખાનગી હેવી વાહન ધારકોની લાંબી લાંબી લાઈનો લાગે છે. કોરોના વાઈરસ વધુ ન ફેલાય તે માટે આ વાઈરસની ચેન બ્રેક કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે લોકડાઉનની જાહેરાત કરી છે. તેનું પાલન RTO કચેરી ઉપર દેખવા મળતું નથી. કારણ કે રોજના ૧૦૦ થી ૧૫૦ હેવી વાહન ધરોકો પોતાના ખાનગી હેવી વાહનને નોન-યુઝ કરવા RTO કચેરીએ આવીને લાંબી કતારોમાં લગાવીને ઊભા રહે છે અને ૧૪૪ કલમનો ભંગ કરી રહ્યા છે. તો કોરોના વાઈરસ ની ચેન બ્રેક થઈ શકે ખરી? જો દાહોદ જેવા નાના શહેરમાં જ પોતાના ખાનગી વાહનો નોન યુઝ કરાવવામ માટે એક અંદાજ મુજબ ૧૫૦ જેટલા વાહન ધારકો આવી પહોચતા હોય તો મોટા મોટા શહેરમાં આની શું હાલત થતી હશે. અને જો તેમાથી કોઈ કોરોના વાઈરસ પોઝિટિવ નીકળ્યુ તો તેની જવાબદારી કોણ લેશે? એ એક વિકટ પ્રશ્ન છે. પરંતુ આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે અને એમાં જે ખાનગી હેવી વાહન ધારકો છે તે RTO ને ઈ-મેલ થી જાણ કરી શકશે અને જે નોન-યુઝ કરવાના રૂપિયા ૧૦૦/- જે દંડ ભરવો પડે તે પણ ભરવો નહીં પડે અને વાહન નોન-યુઝ થઈ જશે. તેના માટે RTO કચેરીએ આવી ખોટી ભીડ ભેગી થવાની જરૂર નથી.

  • ગુજરાત સરકાર બંદરો અને વાહન વ્યવહાર વિભાગનાઓ દ્વારા ઠરાવવામાં આવેલ મહત્વના મુદ્દાઓ:
  1. પ્રિલ માસમાં કોન્ટ્રાક્ટ ગેરેજ બસોનું નોનયુઝ જાહેર કરવા એડવાન્સમાં વેરો તેમજ ફી ભરવાની જરૂર રહેશે નહીં
  2. આ નોનયુઝ જાહેર કરવા બસોના માલિકો અથવા કબજેદારો અથવા નિયંત્રકો એ કચેરીએ જવું પડશે નહીં પરંતુ તે સંબંધિત R.T.O./A.R.T.O. કચેરીઓના E-mail ID મારફતે તા.૦૧/૦૪/૨૦૨૦ અગાઉ નોનયુઝ જાહેર કરવાનો રહેશે.
  3. જો એપ્રિલ માસમાં બસ શરૂ કરવાની થાય તો તે સંજોગોમાં એપ્રિલ માસ નો જરૂરી મોટર વાહન વેરો ભરપાઇ કરવાનો રહેશે જેની પર દંડ કે વ્યાજ વસૂલ લેવાનો રહેશે નહીં.
  4. જો એપ્રિલ માસ પુરો થતાં પણ Covid-19 ને કારણે સંપૂર્ણ લોકડાઉન અથવા વાહનોના ઉપયોગ પર પ્રતિબંધની પરિસ્થિતિ ચાલુ રહે તો ફરીથી ફક્ત મુદ્દા નંબર ૧, ૨ અને ૩ મુજબની કાર્યવાહી અનુસરવાની રહેશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments