દાહોદ જિલ્લાના દેવગઢબારીયા ખાતે રાજય કક્ષાનો કૃષિ મહોત્સવ-૨૦૧૫-૧૬ આજે તા.૨-૧-૨૦૧૬ના રોજ રાજયના મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અધ્યક્ષસ્થાને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર ખાતે યોજાયો. અન્ય કાર્યક્રમો સવારે 11-૦૦ કલાકે શરૂ થઇ થયા હતા.મુખ્ય મંત્રી સવારે 11-૦૦ કલાકે હવાઇ માર્ગે ઉતરાણ કરી સીધા સભા સ્થળના પ્રવેશ દ્વાર પર કિસાનોના ઇષ્ટદેવ ભગવાન બલરામજીનું પૂજન કર્યા બાદ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ કૃષિ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યાબાદ નજીકમાં જ પશુઆરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કરી સીધા નજીકમાંજ આવેલ રવિ કૃષિ મહોત્સવના મુખ્ય સભા સ્થળે પહોંચયા હતા . ત્યારબાદ પદાધિકારીઓ/સંસ્થાઓ દ્વારા કન્યા કેળવણી નિધિના ચેકોનો અર્પણવિધી કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલ ડી.વી.ડી., વિવિધ પ્રકાશનોનું, ગુલાબી ઇયળ- કૃષિ પાકોમાં સંકલિત વ્યવસ્થાપનના ડી.વી.ડી. સેટ, ખેડૂત ઉપયોગી સંશોધનો – ભલામણો, મરઘાલન, ખેતી પાકોમાં ખાતરનો ઉપયોગ, બાગાયત સહાય લક્ષી યોજનાઓના, સેન્દ્રિય ખેત પધ્ધતિ ખેત પધ્ધત્તિ વગેરે પુસ્તિકાઓના તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલ રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્ય સેવાઓની પુસ્તિકાઓનું વિમોચન મુખ્ય મંત્રીના હસ્તે કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ મુખ્યમંત્રીના હસ્તે બાગાયત, મહિલાલક્ષી યોજનાઓના તથા અન્ય ચેકોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યુ હતું .
ANANDIBEN PATEL – મુખ્યમંત્રીએ ઉદ્રબોધન કર્યું હતું. જેમાં મીલકીંગ મશીન માટે 500 ચોરસ મિટર ફક્ત એક રૂપિયા ટોકન થી આપવાની યોજનાની જાહેરાત કરી હતી. તદુપરાંત 30લાખ મહિલાહોનું સરકાર ધ્વારા બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સરનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 629 બેહનો ને કેન્સર નિદાનમાં આવતા તેમની સરકાર ધ્વારા તદન મફતમાં સારવાર કરવામાં આવી છે. તેમને કોંગ્રેસ પર ચાબકા મારતા કહ્યું હતું કે ખાલી આવી કાળા વાવટા ફરકાવાથી કશું નહિ થાય આવો અહી સાથે લોકોના કામોમાં સહભાગી બનો. ગુજરાતમાં જીલ્લા પંચાયત જીતી જવાથી રાજ નથી થતું. લોકોએ નક્કી કરવાનું કે 40 વર્ષ એટલે 2000ની સાલ પેહલા તેઓજ શાશન કર્યુ છે અને આપડે તો 2000પછી આયા પરંતુ સ્થિતિ જુઓ તો ખબર પડે કે કોને કામ કર્યું છે અને એ આપ સહુ જાણોજ છો. અને હું કઈ આ આપું છું તે દયાદાન નથી કરતી કે નથી આ મંત્રીઓ કરે છે કરે છે એ દયાદાન છે. આ મારી ફરઝમાં આવે છે એટલે મારે કરવાનુજ છે અને ફરઝ ના ભાગ રુપેજ આપને આપનું કામ કરવાનું છે એમાં કોઈ મહેબાની નથી કરતુ. સરકાર કોઈની પણ સાથે રાગદ્વેષ નથી રાખતી હમારા માટે તો બધા સરખા છે.જેને જોઈએ છે તે આવો અને આવીને આ યોજનો ના લાભલો.
ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયે સીધા દેવગઢબારીયા જનરલ હોસ્પિટલ ખાતે ૧૫૦ પથારીવાળા વધારાયેલા યુનિટના અંદાજિત ૪ કરોડ ઉપરાંતના અધતન નવનિર્મિત ભવનનું લોકાર્પણ મુખ્ય મંત્રીશ્રીના હસ્તે કરવા ગયા હતા . ત્યારબાદ આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર ખાતે બપોરે ૧૪-૩૦ થી ૧૫-૩૦ જિલ્લાના પદાધિકારીઓ, ૧૫-૩૦ થી ૧૬-૩૦ જિલ્લાના અધિકારીઓ સાથે વિકાસના કામોની સમીક્ષા બેઠક તથા સાંજે ૧૬-૩૦ થી ૧૭-૦૦ રિ-સર્વેના અધિકારીઓ તથા એજન્સીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી . ત્યારબાદ ગાંધીનગર પરત જવા રવાના થયા હતા.
દેવગઢબારીયા રવિકૃષિ મહોત્સવમાં કૃષિ મંત્રી બાબુભાઈ બોખીરીયા, મત્સ્યોધોગ રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર, ૯ જિલ્લાના પદાધિકારીઓ, કૃષિ અધિકારીઓ તથા ખેડૂત ભાઇ-બહેનો ઉપિસ્થિત રહ્ય હતા. કૃષિ નિષ્ણાતો – તજજ્ઞો અધ્યતન કૃષિલક્ષી માર્ગદર્શન આપ્યુ હતું. જિલ્લાના ખેડૂત ભાઇ બહેનો તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.