દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા ખાતે તળાવની પાળે ટેકરા ઉપર તથા ખરોડ નદીના પુલ પાસે આવેલ રામદેવપીરના મંદિરે રામાપીરના નોરતાની ઉજવણી કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજ તા.૧૯/૦૯/૨૦૧૮ બુધવારના રોજ દશમી નિમિતે રામદેવપીરની શોભાયાત્રા ગરબાડા નગરમાં કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાયા હતા.
શોભાયાત્રા બાદ બંને મંદિરોમાં મહા આરતી તથા ત્યારબાદ મહા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.