ઝાલોદ નગરમાં પરોઢના ૦૬:૧૫ કલાકે ભરત ટાવર ચોકથી મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ, યુવાનો, મહિલાઓ તથા વડીલો એકત્રિત થઈને નગરના વિવિધ રાજ માર્ગો પર આવેલ મંદિરોના દર્શન કરી સનાતન ધર્મની અલખ જગાવી રહ્યા છે.
ભરત ટાવરથી પ્રભાત ફેરી શહીદ રાજેશ ચોક, વડ બજાર થી મોચી દરવાજા રામદ્વારા મંદિર જઈ ત્યાંથી ગીતામંદિર થી કોળીવાડા મઠના મહાકાલી મંદિરે દર્શન કરી મીઠા ચોકમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરમાં લાલજીના દર્શન કરી ત્યાંથી તળાવવાળા હનુમાનજીના આશીર્વાદ લઈને રામ સાગર તળાવના રામેશ્વર મંદિરે ભોલેનાથની ભક્તિમાં રસબસ થયા અને ત્યાંથી બોલ મારી અંબે જય જય અંબે ના જયઘોષ સાથે ખોડીયાર માતા થી પ્રાચીન સોમનાથ મહાદેવ લુહારવાડા તથા લક્ષ્મી માતા મંદિર થી જૈન મંદિરના દર્શન કરી પરત ભરત ટાવર ચોક પહોંચી સર્વ સનાતની ભાઈ બહેનોએ રામધુન કરી પ્રભાત ફેરીનું સમાપન કરેલ હતું.
રાષ્ટ્રપ્રેમ અને સનાતન ધર્મની જાગરણની આ અલખમાં આજે તારીખ 31 ડિસેમ્બરના રાત્રિના 9:00 કલાકે ભરત ટાવર ખાતે ઝાલોદ નગર ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું પણ આયોજન કરેલ છે.