સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન, માર્ગદર્શન અને સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે દાહોદ જિલ્લાના ચાંદાવાડા ખાતે પ્રગતિશીલ ખેડુત માનસિંહભાઇ ડામોરના પરબ પ્રાકૃતિક મોડેલ ફાર્મ પર અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે માટે રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિતે દાહોદ જિલ્લાના દાહોદ તેમજ ધાનપુર તાલુકાના લગભગ ૬૫ જેટલા ખેડુતોએ મુલાકાત લીધી હતી.
જે દરમ્યાન પ્રગતિશીલ ખેડુત માનસિંહભાઇ ડામોર દ્વારા પ્રાકૃતિક ખેતીના કુલ પાંચ આયામો સહિત પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આત્મા પ્રોજેક્ટ દાહોદ દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત સમગ્ર દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમા ટીમ બનાવીને જુદા જુદા ગામોના ખેડૂતોને મોડેલ ફાર્મની મુલાકાત કરીને તેમજ તાલીમ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તેમજ ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે હેતુથી પ્રયત્નો કરવામા આવી રહ્યા છે.