Monday, March 17, 2025
Google search engine
HomeViramgam - વિરમગામરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિરમગામ ખાતે સામાજિક સદ્દભાવ બેઠક યોજાઇ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિરમગામ ખાતે સામાજિક સદ્દભાવ બેઠક યોજાઇ

NILKANTH VASUKIYA – વિરમગામ
– વિવિધ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહીને સામાજિક પરિવર્તન માટે ચિંતન મંથનમાં સહયોગી બન્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ દ્વારા આનંદ બાલ મંદિર ખાતે સામાજિક સદ્દભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના વડાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જ્ઞાતિ સમુહમાં સંસ્કાર તથા સંવાદ દ્વારા સામાજિક પરિવર્તન લાવવા માટે તત્પરતા દર્શાવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવ સંઘ સુરેન્દ્રનગર વિભાગના સહ કાર્યવાહ મહેશભાઇ ચૌહાણે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યુ હતુ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર હિન્દુ સમાજના જાગરણ દ્વારા રાષ્ટ્રની સર્વાગિણ ઉન્નતિ કરવા માટે કટીબધ્ધ છે. સામાજિક અગ્રણીઓ જ્ઞાતિ સમુહમાં સંસ્કાર તથા સંવાદ દ્વારા સામાજિક પરિવર્તન લાવવા માટે તત્પર છે. સહુનાં સહિયારા ચિંતન મનન દ્વારા વિવિધ પ્રકારના પ્રયોગો કરીને હિન્દુ સમાજમાં સકારાત્મક પરિવર્તન આવે તે હેતુથી વિરમગામ ખાતે સામાજિક સદ્દભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વિવિધ જ્ઞાતિ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહીને સામાજિક પરિવર્તન માટે ચિંતન મંથનમાં સહયોગી બન્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments