Saturday, April 5, 2025
Google search engine
HomeViramgam - વિરમગામરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ દ્વારા "હિન્દુ સામ્રાજ્ય દિન" ની ઉજવણી ધૂમધામથી કરાઈ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ દ્વારા “હિન્દુ સામ્રાજ્ય દિન” ની ઉજવણી ધૂમધામથી કરાઈ

 

 

“હિન્દુ સામ્રાજ્ય દિન” નિમિત્તે વિરમગામની ધર્મજીવન સ્કુલ ખાતે કબડ્ડી સ્પર્ધા યોજાઇ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ દ્વારા “હિન્દુ સામ્રાજ્ય દિન” ઉત્સવની પરંપરાગત રીતે ધર્મજીવન સ્કુલ વિરમગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. “હિન્દુ સામ્રાજ્ય દિન” નિમિત્તે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બૌદ્ધિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક તથા હિન્દુ પરંપરા સહિતની સ્થાપનાના ઉદાહરણો આપી વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિરમગામ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાણંદ, પાટડી, દસાડા, બોપલ સહિતના સ્થાનો પર “હિન્દુ સામ્રાજ્ય દિન” ની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ભારતીય ઇતિહાસનું એક અવર્ણનીય પાત્ર, વીર, વિચક્ષણ, ધાર્મિક અને ઉદાર હૃદયના વિરલ વ્યક્તિત્વ ધરાવતું પાત્ર એટ્લે છત્રપતિ શિવાજી મહારાજ. છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા રાજ્યના સ્થાપક હતા. ઇ.સ. ૧૬૭૪ દરમિયાન ભારતમાં મોગલ સામ્રાજ્ય હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગોરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મોગલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. આ માટે તેમણે સમાજના મજદૂર – ખેડૂત – ભીલ – આદિવાસી વર્ગને જાગૃત કરેલા અને સંગઠિત પણ કરેલા, એમની શક્તિનો સાચી દિશામાં ઉપયોગ કરી ને,  શિવાજી વિજેતા બનેલા. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે. ઇ.સ.૧૬૭૪ માં છઠ્ઠી જૂને રાયગઢમાં શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે પ્રજાએ તેમને અનેક લોકોના મસ્તક પર છત્ર બનીને રહેલા “છત્રપતિ”ની ઉપાધિ આપી ત્યારથી તેઓ “છત્રપતિ શિવાજી”ને નામે ઈતિહાસમાં પ્રસિધ્ધ થયાં. તેમણે પોતાના રાજયકાળ દરમ્યાન જમીનદારી પ્રથા દૂર કરી અને વિવિધ રાજ્યોને પોતાના બાહુબળથી જીતાયેલા સમગ્ર પ્રદેશમાં તેમણે અષ્ટપ્રધાન મંડળની રચના કરી તેમના સહકાર વડે સુંદર વહીવટ કર્યો. શિવાજી મહારાજ એક કુશળ રાષ્ટ્ર નિમાર્ણ કર્તા, ઉદાર, માતૃભક્ત, સહિષ્ણુ,  સફળ યુગ પુરૂષ હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments