રિવરફ્રન્ટ, પાલડી મુકામે ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇડર વડાલી ખેડબ્રહ્મા જૈન પ્રગતિ મંડળ, અમદાવાદ દ્વારા આયોજિત સાયકલોથોન સ્પર્ધા જાન્યુઆરી 2025 માં સારી એવી સંખ્યામાં મંડળના સભ્યોએ હાજરી આપી હતી. સાયક્લોથોન સ્પર્ધાના સ્પર્ધકો તેમજ મંડળના કારોબારી સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રમુખ જયેશભાઈ મહેતાની પ્રેરણાથી આ આખી સાઇકલોથન સ્પર્ધાના સ્પોન્સરર એક સદ્ ગૃહસ્થ પરિવાર તરફથી ₹.11,000 મંડળની ભેટ સ્વરૂપે મળેલ હતા. આ લાભાર્થી પરિવારનો મંડળ અંતઃકરણપૂર્વક આભાર માને છે.
ઇવેન્ટ્સને સફળ બનાવવા માટે કારોબારીના તમામ સભ્યોએ ખૂબજ જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધામાં 72 જેટલા મંડળના સભ્યોએ હાજરી આપી હતી જેમાં 32 સભ્યો આ સ્પર્ધામાં સ્પર્ધક તરીકે જોડાયા હતા. આ સ્પર્ધામાં મેલ પ્રથમ ક્રમે વિજેતા રોનકભાઈ મહેતા દ્વિતીય ક્રમે સંયમ જયેશકુમાર દોશી તૃતીય ક્રમે રોનક આર મહેતા જ્યારે ફીમેલ પાર્ટિસિપેન્ટમાં પ્રથમ ક્રમે જુલી મહેતા દ્વિતીય ક્રમે ટીયા પૌરવભાઈ મહેતા અને તૃતીય ક્રમે તનિષા ભંડારી આવેલા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિજેતાઓને મંડળ અભિનંદન પાઠવે છે. સાયકલોથોન સ્પર્ધામાં હાજર રહેલા તમામ સભ્યોનો મંડળ અંતઃકરણપૂર્વક હૃદયથી આભાર માને છે.