રેડ એલર્ટની જાહેરાત વચ્ચે અરવલ્લી જીલ્લાના કેટલાય પો.સ્ટેશનો નધણીયાત ……….? અરવલ્લી પોલીસ તંત્ર માટે સરમજનક ઘટના પ્રાંત અધિકારી એ રેડ પાડી દારુ પકડ્યો. પોલીસ અને બુટલેગરો ની સાંઠ ગાંઠ નો પર્દાફાશ કરવા ક્ષત્રીય યુવાનો ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરશે .
સમગ્ર રાજ્યમાં દારૂના દૈત્ય ને નાથવા માટે ક્ષત્રીય સમાજના યુવાનો એ ચલાવેલ જુંબેશ ને પોલીસ તંત્ર ધ્વારા તરુભાર પણ સહકાર મળતો ન હોવાથી સમાજમાંથી દારૂનું દુષણ દુર કરવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.
અરવલ્લી જીલ્લાના નવ નિયુક્ત જીલ્લા પોલીસ વડા માટે ની સૌથી નાલેશી ભરેલી ઘટના જોવા જઈ એ તો થોડા સમય અગાઉ મોડાસા તાલુકા નાં ખાલીક્પુર ગામે મોડાસા પ્રાંત અધિકારી આનંદ આચાર્ય એ વિદેશી દારુ નાં અડ્ડા પર રેડ પાડી મોટા પાયે વિદેશી દારૂ પકડ્યો . અરવલ્લી જીલ્લા પોલીસ વડાની કચેરી જે શહેરમાં આવેલી છે તે જ વિસ્તારમાં ફૂલી ફાલી રહેલી દારુ ની બદી ને દુર કરવા આવેદન પત્ર અપાયું હોવા છતાં મોડાસા ટાઉન પોલીસ પોતાની ફરજ ચુકી જતા પ્રજા એ ન છૂટકે ડે . કલેકટર ની મદદ થી દારુ નાં અડ્ડા પર જનતા રેડ પડવાની ફરજ પડી હતી . રાષ્ટ્રીય સેવા યોજના નાં એક કાર્યક્રમમાં અતિથી તરીકે હાજરી આપવા આવેલ મોડાસાના પ્રાંત અધિકારી સમક્ષ ઠાકોર સેનાના કાર્યકરો એ રજૂઆત કરી જણાવ્યું હતું કે પોલીસ તંત્રનું ધ્યાન દોરવા છતાં વિદેશી દારૂનું વેચાણ બંધ થતું નથી ત્યારે અધિકારીઓ અને ક્ષત્રીય યુવાનો એ સાથે માંડીને જનતા રેડ પાડી વિદેશી દારુ જડપી પાડ્યો હતો જે અરવલ્લી જિલા પોલીસ તંત્રની બે જવાબદારી અને બુટલેગરો સાથે ભાગબટાઈ હોવાની વાતની ચાડી ખાય છે અરવલ્લી જીલ્લા પોલીસ વડા અને તેમના વહીવટદાર ધ્વારા બુટલેગરો પાસેથી હપ્તા વસુલીની વાત અરવલ્લી જીલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે જે અંગે ગૃહ વિભાગમાં પણ જાન કરવામાં આવનાર છે.ઠાકોર સેનાના યુવાન કાર્યકરો એ આક્રોશ સાથે જણાવેલ કે ટૂંક સમયમાં બુટલેગરોની યાદી ઉચ્ચ અધિકારીઓને ચુકવવામાં આવતા હપ્તાની રકમ સાથેની યાદી ટૂંક સમયમાં ગૃહ મંત્રી તથા મીડિયા સમક્ષ રજુ કરી અરવલ્લી જીલ્લામાં ચાલતા દારૂના નેટવર્કનો પરદા ફાશ કરશે . અરવલ્લી જીલ્લા પોલીસ વાળાની કાર્ય પ્રણાલી શરૂઆત થી જ વિવાદાસ્પદ રહેલી હોય તેવું જણાય છે અરવલ્લી જીલ્લા નાં ધનસુરા ,સાઠંબા , માલપુર , જેવા અનેક પોલીસ સ્ટેશનો ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર થી ચાલી રહ્યા છે . સૌથી મહત્વની એસ.ઓ.જી.ની શાખા પણ ઇન્ચાર્જ અધિકારી થી ચાલી રહી છે . રાજ્યનું ગૃહ ખાતું એક તરફ રેડ એલર્ટ જાહેર કરેછે. ત્યારે કેટલાય પોલીસ સ્ટેશનનો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વગરનું હોઈ ત્યારે લાગે છે કે જીલ્લા પોલીસ વાળા એ ગૃહ વિભાગના રેડ એલર્ટ ની જાને હાસી ઉડાવી રહ્યા છે.આવનાર સમયમાં હોળી ધુળેટીના તહેવારો આવી રહ્યા છે ત્યારે જીલ્લા માં દારૂના વેચાણ પર અંકુશ આવે તે માટે અશાર્કાર્ક પાલા પોલીસ તંત્ર ધ્વારા ભરવામાં આવે તે અંગે યુવાનો ધ્વારા ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ આવેદન પત્ર આપવાનું આયોજન કરી રહ્યા છે.
પોલીસ સ્ટેશન નું નામ ઇન્ચાર્જ
સાઠંબા – માલપુર – એન.એમ.ચૌધરી
ધનસુરા આઈ.ડી .રાઠોડ
મોડાસા રૂરલ આર.ટી.ઉદાવત
એસઓજી – એલસીબી પી.એસ.પરમાર