નાયબ પોલીસ મહાનિરીક્ષક ની કચેરી દ્વારા નિયમોનુસાર દર બે વર્ષે ડિવિઝન કચેરી નું ઇન્સ્પેક્શન કરવાનું હોય છેનાયબ પોલીસ મહાનિરીક્ષક ની કચેરી દ્વારા નિયમોનુસાર દર બે વર્ષે ડિવિઝન કચેરીનો ઇન્સ્પેક્શન કરવાનું હોય છે તે રીતે તા.૧૪/૦૭/૨૦૨૨ ને ગુરૂવારના રોજ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ દ્વારા લીમખેડા, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું જેમાં સૌ પ્રથમ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા લીમખેડા વિભાગ લીમખેડાનાઓ દ્વારા તેઓને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું. દાહોદ જિલ્લા હેડકવાટર પોલીસ દ્વારા સન્માન ગાર્ડ આપવામાં આવેલ. અને ત્યારબાદ નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં રેન્જ અધિકારી એમ.એસ. ભરાડા તેમજ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
પંચમહાલ ગોધરા રેન્જ વડા નાઓના ઇન્સ્પેક્શનમાં લીમખેડા ડિવિઝનના પોલીસ અધિકારીઓ જેમાં (૧) બી.બી. બેગડીયા સર્કલ પો. ઇન્સ. દેવગઢ બારીયા, (૨) એમ.જી. ડામોર પો. ઇન્સ. લીમખેડા પોલીસ સ્ટેશન, (૩) એન.જે. પંચાલ પો.સ.ઈ. દેવગઢ બારીયા, (૪) બી.એમ. પટેલ પો.સ.ઈ. ધાનપુર પો. સ્ટે., (૫) એ.એ. રાઠવા, પો.સ.ઈ. સાગટાળા, (૬) ડી.જી. વહોનિયા પો.સ. ઈ. રણધિકપુર પોલીસ સ્ટેશન (૭) જી.બી. પરમાર પો.સ.ઈ. પીપલોદ પો.સ્ટે. નાઓ હાજર રહેલ અને આ હાજર રહેલ અધિકારીઓને રેન્જ વડા એમ.એસ. ભરાડા દ્વારા છેલ્લા બે વર્ષના લીમખેડા ડિવિઝનના ક્રાઈમ બાબતે અન્વેષણ કરવામાં આવ્યું અને તમામ પોલીસ અધિકારીઓને ક્રાઈમ લગત જરૂરી માર્ગદર્શન સૂચનો કરવામાં આવ્યા તેમજ એમ.એસ. ભરાડા દ્વારા લીમખેડા ડિવિઝનની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરેલ હતો.