Friday, November 1, 2024
Google search engine
HomeDahod - દાહોદરેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દાહોદની મુલાકાતે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દાહોદની મુલાકાતે

ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૮૫ હજાર કરોડ જેટલી મતદાર રકમના લોકાર્પણને શિલાન્યાસ રેલવે વિભાગની વિવિધ જાહેરાતો કરવામાં આવી છે ત્યારે આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ પ્રસંગે અમદાવાદ ખાતે ઉપસ્થિત હતા.

અમદાવાદના લોકાર્પણના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા દાહોદના લોકો ઈલેક્ટ્રીક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રથમ ચરણ ના 322 કરોડના ખર્ચે તૈયાર કરેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમદાવાદના કાર્યક્રમના સમાપન થયા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાંજે દાહોદની મુલાકાતે આવ્યા હતા તેઓ દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે દાહોદ ના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી , ગરબાડા ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્ય સુધીર લલ્પુરવલા, દાહોદ નગર પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ અને સંગઠનના યુવા મોરચાના કાર્યકર્તા તથા મહિલા મોરચાની ટીમ સાથે મુલાકાત કરી હતી અને લોકોની રજૂઆત પણ સાંભળી હતી અને ત્યાર પછી તેઓ દાહોદ વર્કશોપની મુલાકાત લઇ અને ચાલી રહેલા લોકો ઈલેક્ટ્રીક એન્જિન ના કાર્યોની તેમજ ઇન્ટ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી

અશ્વિની વૈષ્ણવ દ્વારા રેલવે વર્કશોપની મુલાકાત લઇ અને કંસ્ટ્રક્શન ઓફિસર પાસેથી તૈયાર મોડેલ ઉપર વિગતો સમજી હતી અને ત્યાર પછી એન્જિન બનાવવાના કાર્યને વધુ ગતિ મળે તે માટે અધિકારીઓ જોડે ચર્ચા કરી હતી અને પોતે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. અને ત્યારબાદ મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે 2024 ડિસેમ્બર સુધી પેહલા લોકો એન્જિન બની ને તૈયાર થઈ જશે કેમકે જેમ આપ સૌ જાણો છો આપડા વડાપ્રધાન જે કાર્ય શરૂ કરે છે તેને સમય કરતા પહેલાજ પૂરું કરીદે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments