Monday, January 20, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદલાયન્સ ક્લબ ઓફ ઝાલોદ સંચાલિત બંને માધ્યમની શાળામાં બે દિવસીય લાયન્સ કવેસ્ટનું...

લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ સંચાલિત બંને માધ્યમની શાળામાં બે દિવસીય લાયન્સ કવેસ્ટનું આયોજન કરવામાં આવ્યું

લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ દ્વારા ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ લાયન્સ ક્લબ ના સહયોગથી બ્રાઇટ ઇંગ્લીશ મીડીયમ સેકન્ડરી સ્કુલના એસેમ્બલી હોલમાં તા.૨૮/૦૩/૨૦૧૯ ગુરુવાર અને તા.૨૯/૦૩/૨૦૧૯ શુક્રવારના રોજ એક “લાયન્સ કવેસ્ટ” કાર્યક્રમનું બે-દિવસીય વર્કશોપનું આયોજન થયું. તેમાં આંતરરાષ્ટ્રીય ટ્રેઈનર – લાયન્સ કવેસ્ટ રેખાબેન શાહ દ્વારા અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના શિક્ષકો સાથે પરિસંવાદ શાળા પરિસરમાં યોજાયો તેમાં ટ્રેઇનર દ્વારા સ્કીલ ફોર એડોલસન્સ (મુગ્ધાવસ્થા માટે કુશળતા હોવી) અને શિક્ષકો માટે કૌશલ્યવર્ધન અને અસરકારક અભિગમ દ્વારા ભાવિ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને શી રીતે તૈયાર કરવા, જવાબદાર નાગરિક તરિકે તૈયાર કરવા, પ્રેરિત કરવા, અને શાળામાં ગુણાત્મક અભ્યાસ, મૂલ્યનિષ્ઠ શૈક્ષણિક પધ્ધતિનો સુભગ સમન્વય કરી શાળાના પ્રત્યેક વિદ્યાર્થીઓનો ઉત્કર્ષ થાય તેવી શુભભાવના સાથે શિક્ષકોની ભાગીદારી સાથે સંકલ્પ બદ્ધતા સાથે કાર્યક્રમ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ટ્રેઈનર – લાયન્સ ક્વેસ્ટ શ્રીમતી રેખાબેન શાહ દ્વાર શાળાના શિક્ષકોને ચાર તબક્કાઓ જેમાં શોધ, જોડાણ, અભ્યાસ અને અમલીકરણ દ્વારા શાળામાં પોતાના વર્ગ ક્લાસમાં કેવી રીતે વિદ્યાર્થીઓને ભણાવવા તેની વિસ્તૃત માહિતી આપી હતી અને વધુમાં તેઓએ શાળાના શિક્ષકોને અમુક રમત પણ રમાડી હતી કે તેનાથી ક્લાસમાં તમે કેવી રીતે એનર્જી લાવી શકો.
આ અવિસ્મરણીય પરિસંવાદમાં લાયન્સ ક્લબના MJF લા. જે.પી. ત્રિવેદી (Vice Dist. Governor -2), MJF લા. પ્રભુદયાલ વર્મા (Vice Governor – 2), લા. જે.પી. સોલંકી (રિજિનલ ચેરપરસન), લા. મનોજ પરમાર DC – Lions Quest), આંતરરાષ્ટ્રીય ટ્રેઈનર – લાયન્સ ક્વેસ્ટ શ્રીમતી રેખાબેન શાહ, લાયન્સ ક્લબ ઓફ ઝાલોદના પ્રમુખ લા. પ્રકાશભાઈ અગ્રવાલ, મંત્રી લા. ડો.ચિંતનભાઈ  અગ્રવાલ, ખજાનચી મુકેશભાઈ અગ્રવાલ, પ્રોજેકટ ચેરમેન જવાહરભાઈ અગ્રવાલ તથા કવેસ્ટ ક્લબના કો-ઓર્ડીનેટર લા.ડો સેજલબેન દેસાઈ
શાળાના અંગ્રેજી માધ્યમના આચાર્ય મુકેશભાઈ પંડ્યા તથા ગુજરાતી માધ્યમના આચાર્ય મીઠાલાલ પ્રજાપતિ તથા બંને માધ્યમના શિક્ષકોની ઉપસ્થિતિમાં ઊર્જાસભર કાર્યક્રમ સંપન્ન થયો. અને છેલ્લે આ બે-દિવસીય લાયન્સ કવેસ્ટ કાર્યક્રમની તાલીમના દરેક શિક્ષક મિત્રોને મેનેજમેન્ટ તરફથી તાલીમી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને લાયન્સ ક્લબ ઓફ ઝાલોદના પ્રમુખ, મંત્રી, ખજાનચી, ક્વેસ્ટ ચેરમેન તથા ક્વેસ્ટ કો-ઓર્ડીનેટરનો આભાર વ્યક્ત કરતાં ક્વેસ્ટ ક્લબ તરફથી તેઓને પણ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments