Wednesday, April 9, 2025
Google search engine
HomeDahod - દાહોદલાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા ઝોન સોશ્યલનું ભવ્ય આયોજન

લાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા ઝોન સોશ્યલનું ભવ્ય આયોજન

keyur parmar logo-newstok-272-150x53(1)

Keyur Parmar – Dahod Bureau

 

દાહોદ શહેરમાં સેવાકાર્યોથી સતત ધમધમતી અને પોતાની એક આગવી ઓળખ ધરાવતી લાયન્સ ક્લબ ઓફ દાહોદના ઝોન ચેરમેન લા. આસીફ મલવાસી દ્વારા તારીખ ૨૬/૦૩/૨૦૧૬ ના રોજ ડીસ્ટ્રીકટ ગર્વનર લા. રાજેન્દ્ર ભટ્ટ ની ઉપસ્થિતિમાં રંગારંગ ઝોન સોશ્યલ – “હારમની – ૨૦૧૬” જલારામ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવી હતી. લાયન્સ ક્લબ દાહોદની સમગ્ર ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝોન સોશ્યલમાં ડીસ્ટ્રીકટ ગવર્નર ઉપરાંત રીજીયન ચેરમેનશ્રીઓ, કેબીનેટ સદસ્યો, વાઇસ ડીસ્ટ્રીકટ ગવર્નરશ્રીઓ: લા. ડો. ઉપેન દીવાનજી, લા. પરિમલ પટેલ, પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નરશ્રીઓ: લા. કૃશાંગ રેવાર, લા. શશીકાન્ત પરીખ, મેમ્બરશીપ ચેરમેન લા. સુનીલ પટેલ, જોઇન્ટ સેક્રેટરી લા. ડો. સોનલ દેસાઇ, લા. જવાહર અગ્રવાલ અને લા. પ્રકાશ મિસ્ત્રી, લા. દેવ ખેરા, લા. કે. જે. શર્મા, લા. મહેન્દ્ર જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઝોન ચેરમેન આસીફ મલવાસી દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર ઝોનની ક્લબો દાહોદ, લુણાવાડા, સંતરામપુર અને લાયોનેસ ક્લબના પ્રમુખ, મંત્રી અને ખજાનચીઓનું સમ્માન કરી મોમેન્ટો અર્પણ કર્યા હતા. ઝોન સોશ્યલના ચેરમેન લા. ભરત પંચાલ દ્વારા સૌ મહેમાનોનું પોતાની આગવી અદાથી શાબ્દિક સ્વાગત કર્યું હતું. રીજીયન ચેરમેન લા. પિયુષ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઝોન સોશ્યલને ખુલ્લી મૂકી હતી. ડીસ્ટ્રીકટ ગવર્નર લા. રાજેન્દ્ર ભટ્ટ દ્વારા ઝોન ચેરમેન લા. આસીફભાઈની કામ કરવાની રીતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. વાઇસ ડીસ્ટ્રીકટ ગવર્નર લા. ડો. ઉપેન દીવાનજી અને લા. પરીમલ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર લા. કૃશાંગ રેવારે પોતાની આગવી અદામાં મનનીય પ્રવચન કર્યું હતું. લા. શશીકાન્ત પરીખે પણ ઝોન સોશ્યલની ખૂબ જ પ્રસંશા કરી હતી. સમગ્ર ટીમને બીરદાવી લાયન પ્રમુખ ફિરોઝભાઈ લેનવાલાને ડીસ્ટ્રીકટ ગર્વનરએ સર્વિસ વીક એવોર્ડથી સન્માન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન લા. આશિષ મોદી અને લા. ભારતી મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ નગર પાલિકાના ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણી, ભુતપૂર્વ પ્રમુખ રાજેશભાઈ સહેતાઈ, સહજ સંસ્થામાથી ઝબીનબેન જાંબુઘોડાવાલા, પ્રકૃતિ મિત્ર મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ખત્રી, રોટરી ક્લબના પ્રમુખ નરેશભાઇ ચાવડા અને શહેરના અગ્રણી નાગરિકો તેમજ લા. આસીફભાઈના સ્નેહીજનો તેમજ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લા. આસીફભાઈ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવનાર લાયન્સ ક્લબ ઓફ દાહોદના તમામ મેમ્બર: લા. મહંમદભાઈ, લા. તાહેરભાઈ બાજી, લા. સજ્જાદભાઈ ભાટીયા, લા. મહેશભાઇ ચૌધરી, લા. દિલીપભાઇ મહેતા, લા. જયકિશન જેઠવાણી, લા. કુતુબભાઇ રાવત, લા. સત્યેન્દ્રસિંહ સોલંકી, લા. હિમેન પંચાલ, લા. અનિલ અગ્રવાલ, લા. મનસુરભાઇ તેમજ લાયોનેસની તમામ બહેનોનો આભાર માની સૌને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે “ટીમ વર્કથી જ બધુ થઈ શકે છે” અને આજે  લાયન્સ અને લાયોનેસ ક્લબ દાહોદની ટીમે તે સાબિત કરી દીધું છે. કાર્યક્રમના અંતમાં આભારવિધિ લા. સત્યેન્દ્રસિંહ સોલંકીએ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments