દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા નગરમા રામ નવમીના મહાપર્વ અંતર્ગત દુધિયા શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રીરામનો જ્ન્મ મહોત્સવ અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. દુધિયા રામજી મંદિરથી સવારના ૧૦:૦૦ કલાકે શોભાયાત્રા પ્રસ્થાન કરી દુધિયા નગરના રાજ માર્ગો પર ફરી જ્યાં લોકોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું. ત્યારબાદ શોભાયાત્રા બપોરના ૧૨:૦૦ કલાકે નિજ મંદિર પરત ફરી હતી. જ્યાં રામ જન્મોત્સવ તથા મહા આરતી યોજાઈ હતી. શોભાયાત્રામા ભવ્ય આતિશબાજી યોજાઈ તથા શોભાયાત્રામા જોડાયેલા ભક્તો માટે ઠંડા પીણાંનું આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના જન્મનો ઉત્સવ સમગ્ર નગરમાં ધૂમધામ થી અને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
લીમખેડાના દુધિયામાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ
RELATED ARTICLES