HIMANSHU PATEL – DUDHIYA (LIMKHEDA)
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામે ગત રોજ તા.૧૯/૦૮/૨૦૧૮ રવિવારે આઝાદ ચોક ખાતે દુધિયા ગામના તમામ લોકો ભેગા થઈ ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થશ્રી અટલ બિહારી વજપાઈજીને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં મીણબત્તી પ્રગટાવી પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી તથા વજપાઈજીની જન્મ થી લઈ રાજકીય કારકિર્દી તથા તેમના રાજકીય જીવન તથા તેમના સાદગી તથા ઍક કવિ તરીકેની વિશેષતા વિશે ગામના અગ્રણી દ્વારા વર્ણવામાં આવી હતી. ગામના સમગ્ર સમાજના લોકોએ મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી.