લીમખેડા તાલુકાના મોટાહાથીધરા ખાતે આવેલ હસ્તેશ્વર મહાદેવ ના પટાંગણમા યોજાય રહેલ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમા રાષ્ટ્રીય જાગરણ 108 કુંડી યજ્ઞના બીજા દિવસે 108 કુંડી મહાયજ્ઞ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં બીજા દિવસે 324 થી વધુ દંપત્તિઓ મહાયજ્ઞમા જોડાયા અને દેશની ઉન્નતિ અને રાષ્ટ્ર જાગરણ માટે વિશેષ આહુતિ અર્પણ કરી હતી.
યજ્ઞ કુંડ પર બેસનાર દંપત્તિઓ વહેલી સવારથી જ યજ્ઞ શાળામાં પહોંચી ગયા હતા યોગ, વ્યાયામ બાદ વિશેષ મંત્રોચ્ચાર સાથે દેવ આહવાન કરવામાં આવ્યું ત્યારબાદ શાંતિકુંજ હરિદ્વાર થી આવેલ પરિવાર ની ટોળી દવારા વૈદિક મંત્રોચ્ચાર સાથે 108કુંડી ગાયત્રી મહાયજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો. ત્રણ કલાક ના આ મહાયજ્ઞ માબ્રહ્માંડ ના તમામ દેવી દેવતાં ઓનું આહવાન કરવામાં આવ્યું અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી.
મહિલાઓ માટે 16 સંસ્કારો પૈકી ના ગર્ભોત્સવ સંસ્કાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 1000 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો વૈદિક મંત્રોચ્ચાર અને સંપૂર્ણ વિધિ વિધાન સાથે ગર્ભોત્સવથી લઇ બાળક ના જન્મ ઉછેર દરમ્યાન રાખવાની કાળજી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.