MAYURKUMAR RATHOD – LIMKHEDA
72 મા રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ ની ઉજવણી લીમખેડા ગ્રામ પંચાયત ખાતે સરપંચ રાકેશભાઈ બાદલભાઈ બારીઆ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી, સરપંચ સહીત ઉપસ્થિત તમા રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી, અને વંદેમાતરમ અને રાષ્ટ્રગીત નુ ગાન કર્યું હતું, આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા શાળાના વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય અને સ્ટેજ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, તાલુકા શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ ને અનુરૂપ વક્તવ્ય રજુ કરી તમામ આમંત્રીત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા. સરપંચ રાકેશભાઈ બારીયાએ વક્તવ્ય રજુ કરનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યું હતું, સાથે ઉપસ્થિત તમામ મહાનુભવોનો આભાર વ્યક્ત કર્યો.