

HIMANSHU PATEL –– DUDHIYA
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા નગરના સંત પુનિત ભજન મંડળ દ્વારા ૨૭ વર્ષ થી દર શનિવારે વિવિધ સ્થળો પર સુંદરકાંડ પાઠનું પઠન કરવામાં આવી રહ્યું છે. સંત પુનિત ભજન મંડળના પ્રમુખ વ્યાખ્યાન કાર ગિરધરભાઈ ભગત અને સુંદરકાંડ ના કન્વીનર ડો. જશુભાઇ પટેલની આગેવાની હેઠળ ૧૦ મી ફેબ્રુઆરી ના રોજ મંડળ નો 28 મો સ્થાપના દિવસ ભવ્યતા થી ઉજવાયો હતો. જેમાં લુણાવાડાના કથાકાર મયુર બાપુ તથા જશુ ભરવાડ દ્વારા ભક્તોને ભક્તિ રસ પીરસવામાં આવ્યો હતો. પુનિત ભજન મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો દર વર્ષે ઉજવવામાં આવે છે તેવું મંડળના મંત્રી શાંતિભાઈએ મંડળ વિશે NewsTok24 ના તંત્રીને વિસ્તૃત માહિતી આપી હતી.