દાહોદ જિલ્લામાં બેકાબુ બની રહેલા કોરોના વાયરસના સંક્ર્મણ અટકાવવા તમામ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન થઈ રહ્યાં છે. ત્યારે દુધિયા વ્યાપારી સંગઠન દ્વારા પણ દુધિયામાં આજ રોજ શુક્રવાર ના બપોર થી રવિવાર સુધી સ્વૈચ્છિક 3 દિવસ માટે લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામના વેપારી એશોસીયેશન દ્વારા આજે તા.૨૩/૦૪/૨૦૨૧ ને શુક્રવારના રોજ લીમખેડા પોલીસ વિભાગના PSI ચૌધરી અને દુધિયા સરપંચની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક દુધિયા પ્રાથમિક શાળામાં યોજાઈ. જેમાં કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉનની જરૂરિયાત જણાતા રજુઆતના પગલે વહીવટી તંત્ર સાથેની બેઠકમાં શુક્રવાર થી રવિવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો. તમામ વ્યાપારીઓ ધંધા – રોજગાર ત્રણ દિવસ સુધી સંપૂર્ણ બંધ રાખશે. મેડિકલ તથા દવાખાન ચાલુ રહેશે તથા દૂધ ડેરી સવારે 6 થી 10 તથા સાંજે 4 થી 6 ચાલુ રહેશે. બાકી તમામ ધંધા – દુકાનો ત્રણ દિવસ સંપૂર્ણ બંધ રહેશે. તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો તથા ગામમાં સરપંચ તથા તલાટી સહીત દશ વ્યક્તિ ની કમિટી બનાવવામાં આવી છે. કમિટી દ્વારા દુકાન ખુલ્લી રાખનાર ને ₹. ૨,000/- રૂપિયા સુધી દંડ નો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રથમ વાર દંડ તથા બીજી વાર ખુલ્લી દુકાન હોય તો સીલ મારવા સુધીની કાર્યવાહી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગના PSI એમ.કે. ચૌધરી દ્વારા તમામને સાથ અને સહકાર આપવા અપીલ કરી હતી.