THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલકના લીમખેડા તાલુકાના દુધિયા ગામમા આશરે 2.50 કરોડ ના ખર્ચે નવીન બનાવેલ સામુહિક કેન્દ્રમાં આજે તા.૧૮/૦૯/૨૦૨૧ ને શનિવારના રોજ લોકસેવા માટે ખુલ્લું મુકતા પહેલા સત્ય નારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું.
દાહોદ સાંસદ આદર્શ ગામ દુધિયા તથા આજુબાજુના ગામના લોકોને આરોગ્યની સુવિધા મળે તે માટે લીમખેડા તાલુકાના દુધિયામાં અંદાજે ₹. ૨.૫૦ કરોડ ની માતબર રકમ ફાળવી સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું. જેમાં OPD રૂમ – 5, ઓપરેશન રૂમ – 1, એક્ષ રે રૂમ, લેબોરેટરી, ડેન્ટિસ્ટ, ફિઝિઓ થેરાપીસ્ટ સહીતની અત્યંત આધુનિક આરોગ્ય સેવા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં ઉપલબ્ધ કરવામાં આવી છે. સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રીડેન્ડન્ટ ડો. કે બી. સૈનિક, ડો.આશાબેન પટેલ ની ઉપસ્થિતમાં ભગવાન સત્યનારાયણ ની કથા કરી આજે તા.૧૮/૦૯/૨૦૨૧ ને શનિવારના રોજ આ સામુહિક આરોગ્ય કેન્દ્ર લોક સેવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું. અત્યંત આધુનિક 35 ઓક્સિજન બેડ, એક્સ-રે, લેબોરેટરી માટે અત્યંત આધુનિક સાધન થી સજ્જ આ સામુહિક આરોગ્ય કેન્દ્ર લોકોના આરોગ્ય લક્ષી સેવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું.